સ્ટેશન રોડ પર આવેલ ગુરૂદ્વારાની દીવાલ પણ તોડી પાડવામાં આવી……

કલોલમાં દબાણનો મોટો રાફડો ફાટી નીકળ્યો હતો. જે આ લીધે કલોલના રોડ રસ્તાઓ સાંકડા બની રહ્યા હતા. જેથી કરીને નગરપાલિકા દ્વારા ત્વરિત કાર્યવાહી કરતાં કલોલના મોટાભાગ ના વિસ્તારો માંથી દબાણો દૂર કરવામાં આવ્યા છે
ગેરકાયદેસર બનાવવામાં આવેલ ઓટલા તેમજ શેડ પર નગરપાલિકા દ્વારા જેસીબી ફેરવવામાં આવ્યું હતું. જેથી ગેરકાયદેસર બાંધકામ કરી બેસેલા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. નગરપાલિકા એક્શનમાં આવી જતા કલોલની જનતામાં ચર્ચાનો વિષય બનતાં દબાણરૂપી પ્રશ્નનો હલ આવશે તેમ લાગી રહ્યું છે.
કલોલમાં સ્ટેશન રોડ પર ગેરકાયદેસર બનાવવામાં આવેલ ગુરૂદ્વારાની દીવાલ પાલિકા તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી હતી. જેને લીધે સ્ટેશન રોડનો રસ્તો પહોળો થયેલ જોવા મળી રહ્યો છે. નગરપાલિકાની દબાણ હટાવ કામગીરીથી કલોલની સ્થાનિક જનતામાં હર્ષની લાગણી ફેલાઈ છે.
