યુવાનોએ મતદાન જાગૃતિના સંકલ્પ લીધા
કલોલ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી પી.એચ.જી.મ્યુનિ.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના અને નેશનલ કેડેટ કોર અંતર્ગત યુવાનોએ આજે 25મી જાન્યુઆરીના દિવસે 12 રાષ્ટ્રીય મતદાર દિવસની ઊજવણી નિમિત્તે મતદાન જાગૃતિના સંકલ્પ લીધા હતા.
કોલેજના આચાર્ય ડો.કે.સી.દેશમુખે યુવાન યુવતીઓને મતદાનનો અધિકાર મેળવી લોકશાહીના મૂલ્યોનું જતન અને રક્ષણ કરવા પર ભાર મૂક્યો હતો.આ પ્રસંગે NSS ના પ્રોગ્રામ ઓફિસર ડૉ.એચ.કે.સોલંકીએ ભારતીય ચૂંટણી પંચ દ્વારા આપેલ મતદારોએ લેવાની પ્રતિજ્ઞા લેવડાવી કોલેજના NSS અને NCC ના વિદ્યાર્થીઓને બંધારણીય અધિકાર મુજબ મતદાર જાગૃતિ અભિયાનને ગામે ગામ અને ઘેર ઘેર જઈને વેગવંતુ બનાવી લોકતંત્રને મજબૂત બનાવવા આહવાન કર્યું હતું. કોલેજના યુવાનોમાં મતદાર જાગૃતિ માટેનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.સમગ્ર આયોજન પરેશભાઈ પટેલે કર્યું હતું.
કલોલના શાંત,પ્રાઈમ લોકેશન પંચવટીમાં ગાર્ડન સાથે ટેનામેન્ટ વેચવાનું છે