કલોલમાં દેવું વધી જતા પતિએ પોતાની પત્નીના જ દાગીના ચોર્યા 

કલોલમાં દેવું વધી જતા પતિએ પોતાની પત્નીના જ દાગીના ચોર્યા 

Share On

 પતિએ પોતાની પત્નીના જ દાગીના ચોર્યા

કલોલના ઓનેસ્ટ નગરમાં 3.35 લાખની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ચોરી કરનાર મહિલાનો જ પતિ હોવાની માહિતી બહાર આવતા સનસનાટી ફેલાઈ ગઈ છે. દેવું વધી જતા તેણે પોતાના ઘરમાં જ ચોરી હતી.

ઘટનાની વિગત અનુસાર કલોલ રેલવે પૂર્વમાં આવેલ ઓનેસ્ટ  નગરમાં કાજલબા ચૌહાણ રહે છે. તેઓ ગાંધીનગરમાં ખરીદી કરવા ગયા હતા.ઘરે પરત આવતા આ દાગીના ચોરાયા હોવાની વિગતો સામે આવી છે.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

આ ઘટના પાછળ કોઈ જાણભેદુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેમ કે ઘરની ચાવી તેમજ દાગીનાનો ડબ્બો ક્યાં પડ્યો છે તેની કોઈ જાણકારને ખબર હોય તો જ પ્રવેશી શકે. ચોરીની ઘટનાને લઈને પોલીસ દ્વારા ફરિયાદ નોંધી ચોરોને પકડી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં મહિલાનો પતિ જ ચોર નીકળ્યો હતો.

 

 

કલોલ નગરપાલિકાએ ગ્રાન્ટનો દુરુપયોગ કર્યો હોવાનો બળદેવજી ઠાકોરનો આક્ષેપ 

કલોલ સીટી મોલની પાંચ દુકાનોએ ટેક્સ ના ભરતા પાલિકાએ શું કર્યું, વાંચો

કલોલ સમાચાર