ખાત્રજમાં યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી
કલોલના ખાત્રજમાં એક યુવાને ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કરી દીધું છે. પરપ્રાંતીય યુવકે લગ્નની ચિંતામાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ યુવક ખાત્રજ ગામમાં ભાડે રહેતો હતો. તેના કોઈ સાગા સંબંધી ના હોવાથી લગ્ન થશે કે નહિ તેની ચિંતામાં રહેતો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
રેલવે પૂર્વ વિસ્તારમાં લાઈન બદલવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું