કલોલના ઇસંડમાં મહિલાઓ રણચંડી બની,દારૂ અંગે પોલીસ પર શું આક્ષેપ કર્યા,વાંચો 

કલોલના ઇસંડમાં મહિલાઓ રણચંડી બની,દારૂ અંગે પોલીસ પર શું આક્ષેપ કર્યા,વાંચો 

Share On

કલોલના ઇસંડમાં મહિલાઓ રણચંડી બની,દારૂ અંગે પોલીસ પર શું આક્ષેપ કર્યા,વાંચો

કલોલ તાલુકાના ઇસંડ ગામે મહિલાઓએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્ર લખી દારૂનો વેપાર બંધ કરાવવા માંગ કરી છે.  ઇસંડ ગામમાં બુટલેગરો બેફામ બનીને બેરોકટોક પણે દારૂ વેંચતા કેટલાય પરિવારો બરબાદ થઇ ગયા છે.આ  મહિલાઓએ પોલીસ ઉપર પણ ગંભીર આક્ષેપ કર્યા છે.

મહિલાઓએ જણાવ્યું હતું કે પોલીસ જ હપ્તા લઈને દારૂ વેચવાની મંજૂરી આપે છે. ઇસંડના ગ્રામજનોએ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈને પત્ર લખી આ ધંધો બંધ કરાવવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે કલોલના ગામડાઓમાં ઠેર ઠેર દેશી અને વિદેશી દારૂ મળી રહ્યો છે. જેને કારણે લઠ્ઠાકાંડની સ્થિતિ પણ ઉદ્ભવી શકે છે. દારૂને કારણે કેટલાય ઘર પરિવાર  બરબાદ થઇ ગયા છે. આ સંજોગોમાં ઇસંડની મહિલાઓએ દારૂ બંધ કરાવવા મોરચો ખોલતા બુટલેગરો અને પોલીસમાં હડકંપ મચી ગયો છે.

કલોલમાં ઘરફોડ ચોરીઓ કરનાર ટોળકીનો પર્દાફાશ કરાયો,એકની ધરપકડ

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર