પત્નીએ જ નામચીન ગુનેગાર પતિને પતાવી દીધો
મહેસાણાના નામચીન ગુનેગારની પત્ની અને સાળાએ જ હત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. મહેસાણામાં માહિતી ભવન પાછળ ગણપતિ મંદિર પાસે રહેતા કેશરબેન ગોપાલજી ઠાકોર પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપી તરીકે પોતાનું તથા તેના ભાઈ સુરેશજી પ્રધાનજી ઠાકોર નું નામ આવ્યું છે.
મહેસાણામાં માહિતી ભવન પાછળના વિસ્તારમાં રહેતા ૧૫થી વધુ અનુકૂળ વધુ ગુનામાં સંડોવાયેલા નામચીન પત્ની તથા શાળાએ ફટકા મારી અને છરીના ઘા ઝીકી નિર્મમ હત્યા કરી દીધી છે જેને લઇને આસપાસના વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.આ શખ્સની હત્યા કર્યા બાદ આરોપી સામે પોલીસ સ્ટેશનમાં હાજર થઇ જતાં બંનેની ધરપકડ કરી લેવાઇ છે.
મહિલાનો પતિ ગોપાલજી લક્ષ્મણજી ઠાકોર અને સ્ત્રીઓ સાથે આડા સંબંધ ધરાવતો હોવાનો વહેમ હોવાથી આ બાબતે બંને પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો. જેને લઇને રાત્રે ફરિયાદી અને પતિ વચ્ચે રાત્રિના સુમારે અને સ્ત્રીઓ સાથેના આડા સંબંધ બાબતે બોલાચાલી થઈ હતી.
આ દરમિયાન રાત્રીના 10 વાગ્યાના સુમારે ભાઈ સુરેશજી ઠાકોર આવેલ હતો અને તે વખતે ઝઘડો ચાલુ હોય સુરેશજી ફરિયાદીના પત્ની ને કે લિયે ઘરમાં ઝઘડા ન કરાય તમે બહાર ઝઘડા કરો છો તે ઓછા છે શાંતિથી રહે તેવું કહેતા ગયા હતા. જેથી મૃતક ઉશ્કેરાઈ ગયો હતો અને સાળાને મારવા દોડ્યો હતો.
નરેન્દ્ર મોદી ગુજરાત આવીને કયું મોટું મિશન પાર પાડશે, એક તીરે બે નિશાન ?
મહિલાએ પતિને પકડી લીધો હતો. સાળાએ લોખંડનો પાઈપ લઈને ગોપાલજી ને બંને પગ તથા બંને હાથ પણ મારવા લાગ્યા હતા અને ફરિયાદી પણ પોતાના પતિ પર તૂટી પડી હતી અને હાથ-પગ ભાંગી નાખ્યા હતા તેમજ ગોપાલજીને કલાઈ પર છરીના ઘા ઝીંકી દીધા હતા. ગોપાલજી નું મૃત્યુ થયું હતું આ બાદ આરોપી ભાઈબેન પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો