અમદાવાદ-કલોલ વચ્ચે સિક્સ લેન રોડ બનશે,સમય અને ઇંધણ બચશે

અમદાવાદ-કલોલ વચ્ચે સિક્સ લેન રોડ બનશે,સમય અને ઇંધણ બચશે

Share On

અમદાવાદ-કલોલ વચ્ચે સિક્સ લેન રોડ બનશે,સમય અને ઇંધણ બચશે

અમદાવાદ કલોલ વચ્ચે સિકસ લેન રોડ બનાવવાનું ઔડાએ આયોજન કર્યું છે. ઔડાએ રજુ કરેલા બજેટમાં અમદાવાદ-કલોલ વચ્ચે 7.28 કિલોમીટરની લંબાઈનો રોડ બનાવવાનો નિર્ણય કર્યો છે. બંને શહેરોને જોડતો રસ્તો છ માર્ગીય હશે જેથી ભવિષ્યમાં ટ્રાફિકનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં. આ માર્ગ બની ગયા બાદ ઉત્તર ગુજરાત તરફથી આવતા વાહનચાલકોએ સરખેજ-રાજકોટ તરફ જવા અડાલજ સુધીનું લાંબુ ચક્કર મારવું પડશે નહીં.

ઉત્તર ગુજરાત તરફ વાહન વ્યવહાર વધ્યો છે જેને કારણે અડાલજ સર્કલ પર ટ્રાફિકની સમસ્યા ગંભીર બની છે. રીંગ રોડથી કલોલ સુધીનો નવો માર્ગ તૈયાર થાય તો વાહન ચાલકોના સમય અને ઇંધણનો બચાવ થઇ શકે છે.

કલોલ સમાચાર