કલોલ : બાબાસાહેબનું અપમાન કરનાર અમિત શાહ રાજીનામું આપે, બળદેવજી ઠાકોરે કરી માંગ

કલોલ : બાબાસાહેબનું અપમાન કરનાર અમિત શાહ રાજીનામું આપે, બળદેવજી ઠાકોરે કરી માંગ

Share On

 બાબાસાહેબનું અપમાન કરનાર અમિત શાહ રાજીનામું આપે

Story By Prashant Leuva

અમિત શાહ દ્વારા  બાબાસાહેબ આંબેડકર પર આપવામાં આવેલા નિવેદનને લઈને સંસદમાં શરૂ થયેલો વિવાદ અટકવાનો નામ નથી લઈ રહ્યો. આ મુદ્દે તાજેતરમાં સંસદ સંકુલમાં હોબાળો થયો હતો. હવે રસ્તાઓ પર વિરોધ પ્રદર્શનની તૈયારીઓ ચાલી રહી છે.

 ગાંધીનગર જિલ્લાના કલોલમાં પણ કોંગ્રેસ દ્વારા રેલી કાઢીને અમિત શાહના નિવેદનનો વિરોધ કરીને રાજીનામાંની માંગ કરવામાં આવી છે. કલોલ કોંગ્રેસ દ્વારા કલ્યાણ બેન્કથી મામલતદાર  કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી જેમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. બળદેવજી ઠાકોરે બાબાસાહેબનું અપમાન કરનાર અમિત શાહના રાજીનામાંની માંગ કરી હતી. આ રેલીમાં લાલસિંહ, શાહદુલ્લા ખાન પઠાણ,સંજય વાઘેલા,ધનજીભાઈ પરમાર તેમજ સતીશભાઈ સુતરીયા સહીતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કલોલ કોંગ્રેસ આગામી સમયમાં અન્ય કાર્યક્રમો યોજવા જઈ રહી છે તેમ કોંગ્રેસ સૂત્રોએ જણાવ્યું હતું.
બાબાસાહેબ ભીમરાવ આંબેડકર પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાજ્યસભામાં કરાયેલી ટિપ્પણીનો વિવાદ વધુ વકર્યો છે. ગુરુવારે કોંગ્રેસે આ મામલે એક પગલું આગળ વધતા રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ગૃહ પ્રધાન વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની કાર્યવાહી શરૂ કરવાની નોટિસ આપી છે. અગાઉ TMC સાંસદ ડેરેક ઓ’બ્રાયને પણ બુધવારે શાહ સામે વિશેષાધિકાર ભંગની નોટિસ આપી હતી. કોંગ્રેસ આ મુદ્દે શાહ પાસેથી માફી માંગે તેવી માંગ કરી રહી છે.

કલોલ સમાચાર