કલ્યાણપુરામાંથી સીએનજી રીક્ષા ચોરને પકડી પાડતી કલોલ શહેર પોલીસ 

કલ્યાણપુરામાંથી સીએનજી રીક્ષા ચોરને પકડી પાડતી કલોલ શહેર પોલીસ 

Share On

રીક્ષા ચોરને પકડી પાડતી કલોલ શહેર પોલીસ

કલોલ પોલીસે  રીક્ષા ચોરને ઝડપી લીધો છે. કલ્યાણપુરામાંથી ઝડપાયેલ આ ચોર પાસેથી સીએનજી રીક્ષા પણ મળી આવી છે.કલોલ શહેર પીઆઇ  આર.આર.પરમાર દ્વારા સ્થાનિક કક્ષાએ પ્રોહી/જુગારની બદી નેસ્ત નાબુદ કરવા તેમજ મિલકત સબંધી ગુન્હા અટકાવવા તથા અનડીટેક્ટ ગુન્હાઓ અંગેની પ્રવૃતિઓ શોધી કાઢવા પોલીસ સ્ટાફના માણસોને સુચના કરેલ છે.
જે અનુસંધાને કલોલ શહેર પો.સ્ટે.ના અ.હે.કોન્સ તેજમલજી મફાજી તથા અ.હે.કોન્સ તખતસિંહ હિંમતસિંહ તથા અ.પો.કોન્સ ઘનશ્યામસિંહ કનકસિંહ તથા અ.પો.કોન્સ.જયદેવસિંહ દિલીપસિંહ એ રીતેનાં પોલીસ સ્ટાફનાં માણસો કલોલ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

MD Auto World

આ દરમ્યાન અ.હે.કોન્સ તેજમલજી મફાજી તથા અ.પો.કોન્સ ઘનશ્યામસિંહ કનકસિંહ નાઓને સંયુક્ત રીતે મળેલ બાતમી હકીકત આધારે કલોલ ટાઉન, પશુ દવાખાના પાસે કલ્યાણપુરા બ્રીજ નીચેથી આ કામનાં આરોપી મહેશભાઇ કાન્તીલાલ ભાવસાર ઉ.વ.૫૦ રહે.કલ્યાણપુરા, સુથારવાસ, શૈલેષભાઇ પટેલ નાઓનાં મકાનમાં,કલોલ તા.કલોલ જી.ગાંધીનગર વાળાને તુટી ગયેલ નંબર પ્લેટ વાળી સી.એન.જી રીક્ષા સાથે પકડી પાડેલ. અને સદરી ઇસમ સદરી સી.એન.જી રીક્ષા ચોરી અગર છળકપટથી મેળવી લાવેલાનો પાકો શક વહેમ જતા સદરી રીક્ષાનો એન્જીન નંબર AZZWFH48771 તથા ચેચીસ નંબર MD2A27AZ0FWH18915 પોકેટ કોપ મોબાઇલમાં તપાસ કરવામાં આવી હતી.
જે અનુસાર  સેકટર ૭ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હા નં.૧૧૨૧૬૦૦૮૨૨૦૦૯/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય. સદરી ઇસમને તા-૦૭/૦૧/૨૦૨૨ કલાક ૨૨/૩૦ વાગ્યે સી.આર.પી.સી.કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરવામાં આવેલ. અને સદર રીક્ષાની કિ.રૂ-૬૦,૦૦૦/- ગણી સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ મુજબ તપાસ અર્થે કબ્જે કરી, સેકટર-૭ પોલીસ સ્ટેશન જી.ગાંધીનગર નો વાહન ચોરીનો અનડીટેક્ટ ગુન્હો શોધી કાઢી આરોપી તથા મુદ્દામાલ સેકટર-૭ પોલીસ સ્ટેશન તરફ સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.

 

કલોલના અન્ય રસપ્રદ સમાચાર વાંચવા માટે અમારી એપ કલોલ સમાચાર નીચેની લિંક પરથી ડાઉનલોડ કરો :  https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819     

કલોલ સમાચાર