કલોલ પોલીસનો સપાટો : એવું તે શું કર્યું કે ગુનેગારોમાં થઇ ભાગમભાગ

કલોલ પોલીસનો સપાટો : એવું તે શું કર્યું કે ગુનેગારોમાં થઇ ભાગમભાગ

Share On

કલોલ પોલીસનો સપાટો : એવું તે શું કર્યું કે ગુનેગારોમાં થઇ ભાગમભાગ

 

કલોલ પોલીસ દ્વારા આજે મોટી કાર્યવાહી કરવામાં આવતા ગુનેગારોમાં ભાગમભાગ થઈ ગઈ છે. કલોલ શહેર પોલીસના નવા ઇન્સ્પેકટર તેમજ નવા એસપીએ ચાર્જ સંભાળતા જ ગુનેગારો પર તડાપીટ બોલાઈ છે.  કલોલ પોલીસ દ્વારા આજે દારૂ જુગારના અડ્ડાઓ પર ત્રાટકી આકરી કાર્યવાહી કરી હતી. જેને કારણે ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

 

શહેર પોલીસે પ્રોહિબિશન ડ્રાઇવ ચલાવી કલોલમાં દેશી દારૂ અને જુગારના અડ્ડા ચલાવતા લોકો પર આકરી કાર્યવાહી કરી હતી. પોલીસે તમામ અડ્ડાપ પર ત્રાટકી દારૂ પકડ્યો હતો તેમજ વેચનારાઓની ધરપકડ કરી લીધી હતી. શહેરના ગાયોના ટેકરા વિસ્તાર, નવા શાકમાર્કેટ,ઓવરબ્રિજ નીચે,રેલવે પૂર્વ,જુના ચોરા વગેરે વિસ્તારમાં સવારે પોલીસ ત્રાટકી હતી.

તરુણ દુગ્ગલે ચાર્જ સંભાળ્યાના બીજા દિવસથી જ જિલ્લાના બુટલેગરો પર તવાઈ બોલાવી દેવાના આદેશો આપવામાં આવતા આજે જિલ્લા પોલીસ દ્વારા વહેલી પરોઢિયે ચાર વાગે અલગ અલગ 251 સ્થળોએ સરપ્રાઈઝ પ્રોહીબીશન રેડ કરતાં બુટલેગરોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. જેને પગલે ગુનેગારોની ઊંઘ હરામ થઇ ગઈ હતી. કલોલના બુટલેગરો પર પોલીસે ત્રાટકી સપાટો બોલાવ્યો હતો.

 

માતા પિતાનું નામ રોશન કરે છે આ ચાર રાશિના લોકો, તેમના માટે માતા પિતા જ હોય છે તેમની દુનિયા

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો 

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર