કલોલ હાઇવે પાસે પૂરપાટ ઝડપે આવી રહેલ ડમ્પરે બાઈક ચાલકને અડફેટે લીધો,દીવાલ તોડી

કલોલ હાઇવે પાસે પૂરપાટ ઝડપે આવી રહેલ ડમ્પરે બાઈક ચાલકને અડફેટે લીધો,દીવાલ તોડી

Share On

કલોલ હાઇવે અકસ્માતનું એપી સેન્ટર બન્યું…..

કલોલ હાઇવે અકસ્માતનું એપી સેન્ટર બની ચૂક્યું હોય તેમ અવારનવાર અકસ્માતોની ઘટના સામે આવી રહી છે. ત્યારે આજ રોજ સવારે સ્વામિનારાયણ ગુરુકુળ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલ ડમ્પર ચાલકે ડમ્પર પરથી કાબુ ગુમાવતા બાઈક સવાર ને અડફેટે લઇ દિવાલને ટકરાઇ હતી, જેમાં ગંભીર હાલતમાં ધવાયેલ બાઈક ચાલકને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતમાં બાઈક ચાલક તેમજ અન્ય એક ઈસમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલમાં પોલીસે બેદરકારી પૂર્વક વાહન હંકારના ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કલોલ ગુરુકુળ સામે હાઇવે પર ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઈક ચાલકને ઈજા થઈ હતી. જેના પગલે બાઈક ચાલક ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે લોકોના ટોળા ઘટના સ્થળે જોવા મળયા હતા. તેથી અકસ્માત બાદ ટ્રાફિક મેઇનટેન કરાવા અને ટોળા ને વિખેરવા પોલીસે કવાયત હાથ ધરી હતી.

કલોલ સમાચાર