કલોલ મામલતદાર બદલાયા, કોણ ગયું અને કોણ આવ્યું,વાંચો
કલોલમાં તમામ મામલતદાર બદલાઈ ગયા છે. કલોલ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મામલતદારોની બદલી કરી દેવાઈ છે. Kalol શહેર Mamlatdar તરીકે ડી.આર.પટેલની બદલી કરીને અમરેલીના સાવરકુંડલા ખાતે મુકવામાં આવ્યા છે. રૂરલ મામલતદાર તરીકે ખાલી પડેલ જગ્યા પર ભરૂચના ડેપ્યુટી Mamlatdar ને બઢતી આપી નિમણુંક કરાઈ છે. નવા મામલતદાર કચેરીમાં થતા ગેરવહીવટ ને અટકાવે તેવી લોકોમાં આશા જન્મી છે.
કલોલ કચેરીમાં ફરજ બજાવતા અધિકારીની બાલદી થઇ ગઈ છે. બીજી તરફ રૂરલ તરીકે રહેલા મયંક પટેલ લાંચ કેસમાં જેલમાં હોવાથી તેમની ખાલી પડેલ જગ્યા ચાર્જમાં ચલાવાઈ રહી હતી. સીટીની બદલી સાવરકુંડલા કરી દેવાઈ છે તો રૂરલમાં મામલતદાર તરીકે રશ્મિનકુમાર ઠાકોરની નિમણુંક કરાઈ છે. તેઓ ભરૂચમાં નાયબ મામલતદાર તરીકે સેવા આપતા હતા.
કલોલ તાલુકા પોલીસે પાનસરમાં જુગાર રમાડતા ઈસમને ઝડપી લીધો
કલોલમાં નજીવી બાબતે યુવક પર હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ
કાયમી નિમણુંક થતા અરજદારોને પણ રાહત થઇ છે. કચેરીના ઘણા કામ અટક્યા હતા જેનો હવે ઝડપી નિકાલ આવી શકે છે. મામલતદાર કચેરીમાં અનેક સમસ્યાઓ ઘર કરી ગઈ છે જેનો ઉકેલ લાવવો જરૂરી છે. નવા Mamlatdar કચેરીમાં પેંધી પડેલા વચેટિયા તેમજ ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવી અરજદારોને રાહત આપે છે કે નહીં તે જોવાનું રહેશે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
2 thoughts on “કલોલ મામલતદાર બદલાયા, કોણ ગયું અને કોણ આવ્યું,વાંચો”