કલોલ-માણસા રોડ બનશે કે નહીં ? પ્રજામાં ચર્ચાતો પ્રશ્ન 

કલોલ-માણસા રોડ બનશે કે નહીં ? પ્રજામાં ચર્ચાતો પ્રશ્ન 

Share On

કલોલ-માણસા રોડ બનશે કે નહીં ? પ્રજામાં ચર્ચાતો પ્રશ્ન

કલોલ-માણસા રોડ નબળી ગુણવત્તાવાળો બનાવવામાં આવતા અનેક ઠેકાણે ગાબડાં પડી ગયા છે. છેલ્લા ચાર વર્ષથી રોડની કામગીરી પણ અધૂરી છે ત્યારે રસ્તો તૂટી જતા ભ્રષ્ટાચારની પણ ગંધ આવી રહી છે. કલોલ અને માણસાને જોડતા રોડનું કામકાજ સાવ ભંગાર કક્ષાનું હોવાનું પણ સ્થાનિક અને વાહન ચાલકો જણાવી રહ્યા છે.

ગાંધીનગર જિલ્લાના કલોલ અને માણસાને જોડતો નવો માર્ગ બનાવવા આશરે ચાર વર્ષ અગાઉ કામગીરી શરુ કરવામાં આવી હતી તેમ છતાં આજદિન સુધી રોડ બનાવવાનું કામ પૂર્ણ થયું નથી. થોડા સમય અગાઉ બનાવેલ આ અધૂરા રોડ ઉપર પણ ખાડા જતા વાહન ચાલકોને અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે.

આ માર્ગના નિર્માણ કાર્યમાં પણ વેઠ ઉતારવામાં આવી છે.વધુમાં ડામરના સ્તર પણ ઊંચું નીચું પાથરવામાં આવ્યું છે.  ચોમાસા દરમિયાન નબળી ગુણવત્તાના કામને કારણે કેટલીય જગ્યા પર રોડ બેસી ગયો છે તો ક્યાંક મસમોટા ગાબડાં પડી ગયા છે. સરકાર દ્વારા ટેન્ડર મુજબ કામ થઈ રહ્યું છે કે નહીં તેની તપાસ કરવું જરૂરી બની છે.  ઝડપથી માણસા સુધીના રોડનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠી છે.

કલોલ સમાચાર