કલોલ નગરપાલિકાનાં થપ્પડકાંડે ભાજપ મોડેલનું સત્ય ઉજાગર કર્યું,કોંગ્રેસનો આક્ષેપ

કલોલ નગરપાલિકાનાં થપ્પડકાંડે ભાજપ મોડેલનું સત્ય ઉજાગર કર્યું,કોંગ્રેસનો આક્ષેપ

Share On

કલોલ નગરપાલિકાનાં થપ્પડકાંડે ભાજપ મોડેલનું સત્ય ઉજાગર કર્યું,કોંગ્રેસનો આક્ષેપ

 

કલોલ નગરપાલિકામાં થયેલ થપ્પડકાંડ વિવાદ મામલે હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોટા આક્ષેપ કરવામાં આવ્યા છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રવક્તા મનિષ દોષીએ જણાવ્યું હતું કે “કમિશન આપો, ટેન્ડર મેળવો” ના ભાજપાના સૂત્રને સાર્થક કરતું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે.

કલોલ નગરપાલિકાના થપ્પડકાંડથી “ચંદા દો… ધંધા લો…” ભાજપાના મોડેલનું સત્ય ઉજાગર થયું છે.ભાજપા શાસિત કલોલ નગરપાલિકાના કરોડો રૂપિયાના વિકાસ કામોના નામે 15 ટકા કમિશનના વિવાદ હોવાનો સ્વિકાર ભાજપાના કારોબારીના અધ્યક્ષે સમૂહ માધ્યમના ઈન્ટરવ્યુમાં કર્યો છે તેમ તેઓએ જણાવ્યું હતું.

કોંગ્રેસે સવાલ પૂછ્યો હતો કે ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના મતક્ષેત્રની ભાજપા શાસિત નગરપાલિકામાં છુટા હાથની મારામારી અને થપ્પડ કાંડ અંગે ભાજપા કેમ મૌન છે.

 

કલોલ નગરપાલિકામાં લોકશાહીને ન છાજે તેવી ઘટના સામે આવી હતી.રાજકારણનું સ્તર કેટલું નીચલા લેવલે જઈ રહ્યું છે તેનું પ્રત્યક્ષ પ્રમાણ કલોલ નગરપાલિકામાં જોવા મળ્યું હતું. કલોલ નગરપાલિકામાં ધારાસભ્યની ગ્રાન્ટના સાડા સાત કરોડ રૂપિયાના વિકાસ કાર્યોના રિટેન્ડરીંગને લઈને વિવાદ થયો હતો. ત્યારબાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો.

 

કલોલ સમાચાર