કલોલ નગરપાલિકાએ PM મોદીનું સ્વચ્છ ભારત નું સુત્ર જ ઉઠાવીને કચરામાં નાંખી દીધું
શહેરમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. અનેક ઠેકાણે કચરાના ઢગલા હોવાની ફરિયાદો આવી છે તેમ છતાં પાલિકા સફાઈ બાબતે કશું કરી રહી નથી. વિકાસ કામોમાં મોટા પાયે ગેરરીતી થતી હોવાની જનતા ફરિયાદ સામે આવી છે. PM નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારતનું સૂત્ર ભલે આપ્યું હોય પરંતુ જો સ્વચ્છતા મિશનની ટીમ કલોલમાં લટાર મારે તો પ્રધાનમંત્રીના સૂત્રને પાલિકાના સત્તાધીશોએ કોઈ એક ખૂણામાં નકામું સમજીને ફેંકી દીધું હોય તેવા દ્રશ્યો તેમને દેખાઈ જશે. શહેરમાં ઠેર ઠેર રખડતી ગાયો લોકોને દેખાય છે પણ નગરપાલિકાને દેખાતી નથી.
ઉપરાંત શહેરીજનોમાં એક ચર્ચા જોરશોરથી થઈ રહી છે કે કલોલમાં સાંસદ અમિત શાહ તેમજ રાજ્ય સરકારના સહયોગથી અનેક વિકાસ કામો સાધી શકાયા છે. પરંતુ વિકાસ કામો માટે આવેલા નાણામાં કંઈ કેટલાય લોકોની લાળ ટપકી હશે અને એ નાણામાં મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરાઈ હોવાની આશંકા છે. જો આ મુદ્દે પણ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો પાલિકા શાસકો સહિત કંઈ કેટલાય કહેવાતા નગરસેવકોના પગ નીચે રહેલો આવે તેમ છે.