પોલીસે 100 રૂપિયાનો દારૂ પકડ્યો
કલોલ શહેર પોલીસ દ્વારા રેલવે પૂર્વમાં રેડ કરીને 100 રૂપિયાની કિંમતનો 5 લીટર દેશી દારૂ પકડ્યો છે. આ બનાવની વિગત અનુસાર પોલીસને બાતમી મળી હતી કે રેલવે પૂર્વમાં ચંપાબેનની ચાલી સામે આવેલ ખુલ્લી જગ્યાએ એક ઈસમ દેશી દારૂનો વેપાર કરે છે. જેથી પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ચંપાબેનની ચાલી રહેતા રાજુજી બાબુજી ઠાકોર દારૂ વેચવાનો ધંધો કરે છે . જેને લઈને પોલીસે રેડ પાડી હતી. અહીં પોલીસે પ્લાસ્ટિકના કેરબામાં રહેલ 100 રૂપિયાની કિંમતનો પાંચ લીટર દારૂ પકડી પાડ્યો હતો. તેમજ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.
વડસ્માના સરપંચ તરીકે ડઇબેન સોમાભાઈ શાહની બિનહરીફ વરણી
કલોલવાસીઓએ રીક્ષામાં બેસાડી લૂંટ કરતી ગેંગથી ચેતવું,વાંચો બચવાની ટિપ્સ
2 thoughts on “કલોલ પોલીસે ફક્ત 100 રૂપિયાનો દારૂ પકડી ચોપડે નોંધ્યો ”