સરકારી કચેરી બહાર હેલ્મેટ ડ્રાઇવ મુદ્દે કલોલ પોલીસના ગોળગોળ જવાબ, ડીજીપીના આદેશનો ભંગ ?

સરકારી કચેરી બહાર હેલ્મેટ ડ્રાઇવ મુદ્દે કલોલ પોલીસના ગોળગોળ જવાબ, ડીજીપીના આદેશનો ભંગ ?

Share On

કલોલ : સરકારી કચેરી બહાર હેલ્મેટ ડ્રાઇવ મુદ્દે પોલીસના ગોળગોળ જવાબ, ડીજીપીના આદેશનો ભંગ ?

By પ્રશાંત લેઉવા

કલોલ : રાજ્યના નાગરિકો પોતાનું ટુ-વ્હીલર લઈને માર્ગો ઉપર નીકળે ત્યારે તેમની સલામતી માટે હેલ્મેટ પહેરવાનો કાયદો છે જોકે સરકારી ઓફિસોમાં જ કર્મચારીઓ ફરજિયાત રીતે હેલ્મેટ પહેરવાના કાયદાનો ભંગ કરી રહ્યા છે જેને પગલે રાજ્યના ડીજીપી દ્વારા મંગળવારના રોજ સરકારી કચેરીઓમાં હેલ્મેટ મુદ્દે ટ્રાફિક ડ્રાઈવ રાખવામાં આવી હતી.

જોકે નવાઈની વાત એ છે કે ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં પોલીસ તંત્ર દ્વારા સરકારી કચેરીઓ બહાર ફરજિયાત હેલ્મેટના નિયમનું પાલન કરાવવા માટે રાખવામાં આવેલી ડ્રાઇવ મુદ્દે ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યા હતા. કલોલ શહેર પોલીસ સ્ટેશનના મોટાભાગના કર્મચારીઓને ખબર જ નથી કે આ રીતની પોલીસ ડ્રાઇવ રાખવામાં આવી છે.

 

આ મામલે કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં માહિતી માંગવામાં આવી હતી કે રાજ્યના ડીજીપી દ્વારા સરકારી કચેરીઓ બહાર હેલ્મેટ ડ્રાઇવનો જે આદેશ કરવામાં આવ્યો છે તેમાં કેટલા સરકારી કર્મચારીઓ હેલ્મેટ વગર પકડવામાં આવ્યા છે અને તેમની પાસેથી વસૂલ કરવામાં આવેલ દંડની વિગત આપો પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર કલોલ શહેર પોલીસ સ્ટેશન દ્વારા ડીજીપીના આદેશનો સ્પષ્ટ રીતે ભંગ કરીને કોઈપણ જાતની પોલીસ ડ્રાઇવ રાખવામાં આવી ન હોવાનો ઘટસ્ફોટ થયો છે.

કલોલ શહેરમાં આવેલી નગરપાલિકા, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી સહિતની સરકારી કચેરીની બહાર હેલ્મેટની ડ્રાઇવ કરવા પોલીસ ફરકી નહોતી.

ડીજીપીએ આદેશ કરવાનો ના હોય, પોલીસની રોજેરોજની કામગીરીનો ભાગ

ગુજરાત રાજ્યના ડીજીપી દ્વારા હેલ્મેટ ડ્રાઇવનું આયોજન કરવાનો આદેશ બહાર પાડવામાં આવ્યો હતો પણ ખરેખર તો કાયદામાં જોગવાઈ છે જ એમાં પરિપત્ર સર્ક્યુલર કે ઠરાવ એવું બધું હોય નહીં. આતો પોલીસ અને આરટીઓની સંયુક્ત ફરજ રૂપે રોજે રોજની પ્રક્રિયા. આ બધી કરવી જ પડે એમાં કોઈ મહિનામાં એકવાર ડ્રાઇવ, બે વાર ડ્રાઇવ કરવાની હોય નહીં. પોલીસ અને આરટીઓની સંયુક્ત કામગીરીનો રોજેરોજનો એક ભાગ જ છે. એટલે પૂરેપુરી એની ફરજ અદા કરવી જ પડે.

કલોલ સમાચાર