કલોલ પોલીસે વર્કશોપ હાઇવે પાસેથી ત્રણ તસ્કરને ઝડપી પાડયા

કલોલ પોલીસે વર્કશોપ હાઇવે પાસેથી ત્રણ તસ્કરને ઝડપી પાડયા

Share On

આરોપીઓ ચોરીનો માલ વહેંચવા નીકળતા સમગ્ર ચોરીનો ભાંડો ફૂટ્યો ……

કલોલ તેમજ તેની આસપાસ ચોરીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું હતું. જે જોતા પોલીસ પણ ચોરોને પકડવા માટે રાત દિવસ એક કરીને કામે લાગી હતી, જેમાં કલોલ શહેર પોલીસને કોપર વાયરની ચોરી કરનાર ત્રણ તસ્કરોને પકડવામાં સફળતા મળી છે.

મળતી માહિતી અનુસાર કલોલ શહેર પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહને ખાનગી બાતમી મળી હતી કે આંબેડકર હાઇવે પાસેથી ઇક્કો ગાડી જેનો નંબર GJ-01-WF-1040 માં ત્રણ જેટલા તસ્કરો ચોરી કરેલ માલ સામાનને વેચવા માટે નીકળ્યા છે અને આ ગાડી હાલમાં હાઇવે તરફથી કલોલ તરફ આવી રહી છે તે ચોક્કસ બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને ઉપરોક્ત ગાડી આવતા તેને રોકવામાં આવી હતી અને તપાસ કરતા તેમાંથી કટીંગ કરવામાં આવેલ કોપરની પાઇપો જેની કિંમત 30,000 રૂપિયા, સાત કિલો કોપરના વાયરો જેની કિંમત 4200, તથા એલ્યુમિનિયમના વાયરો, પ્રિન્ટર મળી કુલ રૂ.3,42,200નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ઉપરોકત માલ સાથે ત્રણ તસ્કરોને ઝડપી પાડ્યા હતા.

જેમના નામ (૧),રાહુલ ઈશ્વરભાઈ વાઘેલા (રહે, હેલ્થ ક્વાર્ટર અમદાવાદ), (૨), કરણ વાલજીભાઈ સુમેરા (રહે, વિશ્વકુંજ સોસાયટી, કલોલ), (૩), હિમાંશુ કિરીટભાઈ પરમાર (રહે, અમરપાર્ક સોસાયટી,કલોલ) છે, જેમની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા તેમને જણાવ્યું હતું કે આ સમગ્ર મુદ્દામાં તેમણે પોતાના અન્ય મિત્રો સાથે મળીને છત્રાલ જીઆઇડીસી પાસે આવેલ વિરાટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં મારીકા એલોયઝ કંપનીમાંથી ચોરી કર્યો હોવાની કબુલાત કરી હતી. આ ચોરીમાં તેમના અન્ય સદસ્યો જેવા કે (૧), રાહુલ મહેશભાઈ શ્રીમાળી (રહે, શ્રીજી સોસાયટી, રેલ્વે પૂર્વ , કલોલ), (૨), ચિરાગ ભરતભાઈ પરીખ (રહે, વિસત પેટ્રોલપંપ ની પાછળ, સાબરમતી), (૩), ભાવેશ કાંતિભાઈ ચૌહાણ (રહે, ઓમ રેસીડેન્સી, કલોલ), (૪), સંજયભાઈ મોહનભાઈ પરમાર (રહે બ્રહ્માણી નગર, કલોલ) હોવાની વિગતો તપાસમાં મળી આવેલ છે. હાલતો પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી વધુ તપાસ હાથ ધરી છે.

કલોલ સમાચાર