કલોલવાસીઓએ રીક્ષામાં બેસાડી લૂંટ કરતી ગેંગથી ચેતવું,વાંચો બચવાની ટિપ્સ

કલોલવાસીઓએ રીક્ષામાં બેસાડી લૂંટ કરતી ગેંગથી ચેતવું,વાંચો બચવાની ટિપ્સ

Share On

લૂંટ કરતી ગેંગનો ત્રાસ

છેલ્લા કેટલાક સમયથી રીક્ષામાં બેસાડીને લૂંટ કરતી ગેંગનો ત્રાસ કલોલ પંથકમાં ઘણો વધી ગયો છે. અડાલજથી કલોલ વચ્ચે તો ઘણા બધા આ પ્રકારના કિસ્સા સામે આવ્યા છે. આ સંજોગોમાં મુસાફરોએ સાવધાની રાખવી જરૂરી છે.

આ અગાઉ પણ કલોલમાં એસ.ટી. ડેપો પાસે બે ગઠીયા એક વૃદ્ધ મહિલાને નોટોનું બંડલ બતાવી તે પૈસા આપવાની લાલચ આપી વૃદ્ધાને રીક્ષામાં બેસાડી હાઇવે રોડ પર લઇ ગયા હતા અને ત્યાં વૃધ્ધાના દાગીના ઉતરાવી લઇ ફરાર થઇ ગયા હતા. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

તાજેતરમાં જ  ધોળાકૂવા સર્કલથી રીક્ષામા બેઠેલા મુસાફરના ખિસ્સામાં મૂકવામાં આવેલો મોબાઇલ ચોરી જવાનો બનાવ સામે આવ્યો છે. જેને લઇને ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

શું સાવધાની રાખવી ??

રીક્ષામાં બેસો ત્યારે મોબાઈલ-પાકીટ સલામત જગ્યાએ રાખવા

બહુ પૈસાદાર પાર્ટી હોવાનો દેખાડો કરવો નહિ

ફોન પર રૂપિયાની લેતી દેતીની વાત કરવી નહિ

 

રિક્ષાની નંબર પ્લેટ નોંધી લેવી

શક્ય હોય તો GPS લોકેશન ઓન રાખવું

કલોલમાં અંબિકા બસ સ્ટેન્ડે જાહેર મુતરડી ના હોવાથી લોકો પરેશાન 

કલોલમાં ભરકાદેવી આઈસ્ક્રીમ પાર્લર ચલાવતા વ્યક્તિની ઇકો ગાડી ચોરાઈ 

 

 

 

કલોલ સમાચાર