કલોલની પાનસર ચોકડીએ ટ્રેલરે એક સાયકલ સવાર બાળકને કચડ્યું,ઘટનાસ્થળે મૃત્યુ
કલોલમાં પાનસર ચોકડી પાસે થયેલ ગમખ્વાર અકસ્માતમાં એક બાળકનું મોત નીપજ્યું છે. બેફામ ગતિએ આવી રહેલા ટ્રેલરેસાયકલ સવાર બાળકને અડફેટે લેતા બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત કરીને ફરાર થઈ રહેલા ટેલર ચાલકને સ્થાનિકો દ્વારા પકડીને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.
મળતી વિગતો મુજબ બાળક સાયકલ લઈને નમાજ પઢી ઘરે જઈ રહ્યો હતો.ઘાયલ થયેલા બાળકે હોસ્પિટલ પહોંચતાં પહેલા જ ઘટનાસ્થળે જ દમ તોડયો હતો. સ્થાનિક પ્રજા દ્વારા અકસ્માત જોઈને બાળકને સારવાર મળી રહે તે હેતુથી 108ની રાહ જોયા વિના રીક્ષામાં ઘાયલ બાળકને કલોલ સિવિલ હોસ્પિટલમાં લ ને આવ્યા હતા. બનાવની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો તેમજ કાયદેસરની કાર્યવાહી કરી છે.
ગાંધીનગર જિલ્લા પંચાયતમાં કલોલને અન્યાય મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે તડાપીટ બોલાઈ
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો