કલોલના ભોયણ પાસે પૈસાની લેતીદેતીમાં યુવકનું અપહરણ,વાંચો વિગત

કલોલના ભોયણ પાસે પૈસાની લેતીદેતીમાં યુવકનું અપહરણ,વાંચો વિગત

Share On

કલોલના ભોયણ પાસે પૈસાની લેતીદેતીમાં યુવકનું અપહરણ,વાંચો વિગત

 

કલોલ પાસે વધુ એક વ્યાજખોરની પઠાણી ઉઘરાણી સામે આવી છે.જીતુ રાજપુત નામના શખ્સ દ્વારા કાળુ મણછાતર દિકરાને કિરણનું બળજબરી પુર્વક અપહરણ કરી લેવામાં આવ્યું હતું.જેની કલોલના સાંતેજ પોલિસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

કલોલના મોટી ભોયણ ગામે રહેતા કાળુ મણછાતરે જીતુ રાજપુત પાસેથી 60 હજાર રૂપિયા લીધા હતા. જે સમયસર પરત ન આપતા ભોયણના પેટ્રોલપંપ પાસેથી જીતુ નામના શખ્સે તેમના દિકરા કિરણનું અપહરણ કરી લીધુ હતું અને તેને કોલ કરીને 70 હજાર રૂપિયાની સતત માંગણી કરતો હતો. અંતે પૈસાની સગવડ ન થતા કાળુ મણછાતર દ્વારા કલોલના સાંતેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

કલોલ સમાચાર