જાણો કલોલના ઉમેદવારો ને : ત્રણેય કરોડપતિ, આપના કાંતિજી પર ઓઇલ ચોરીનો કેસ,એફિડેવિટમાં ખુલાસો
કલોલમાં ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્રણેય પક્ષોના ઉમેદવારો પોતાનો પ્રચાર કરી રહ્યા છે પ્રજાએ આ ઉમેદવારોને વોટ આપવાનો છે ત્યારે તેમની ઓળખાણ કરવી જરૂરી બની જાય છે તો વાંચો આજે કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિશે.
બળદેવજી ઠાકોર
કોંગ્રેસમાંથી બળદેવજી ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે તેઓ સતત દસ વર્ષથી કલોલ વિધાનસભા બેઠકનો પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ધારાસભ્ય તરીકે તેમણે કરેલા કામ ને જોતા તેમને જીતની ઉજવળ શક્યતા રહેલી છે.નાનામાં નાના માણસને સાંભળવો તેમજ તેનો કામ કરી આપવાને કારણે લોકોમાં તેમના પ્રત્યે ચાહના પણ છે.બળદેવજી ઠાકોરે છેલ્લા બે માસથી પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો હતો તેમણે કલોલ શહેર અને તાલુકાના ગામડાઓની મુલાકાત લઈને પોતાને જંગે બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી ચૂંટણી જાહેર થઈ તે અગાઉ બે વખત મોટી રેલીનું પણ આયોજન કર્યું હતું. બળદેવજી ઠાકોર સમગ્ર કલોલમાં એક લોકપ્રિય ચહેરો ગણવામાં આવે છે તેમની એક હાકલ પર ઠાકોર સમાજ પણ ઉભો થઈ જતો હોવાને કારણે તેમને જીતનું પલડું હાલ ભારે લાગી રહ્યું છે. બળદેવજી પાસે કુલ 7.92 કરોડ રૂપિયાની સંપત્તિ છે જ્યારે એકપણ પોલીસ કેસ નથી.
બકાજી ઠાકોર
કલોલમાં ભાજપના આગેવાન અને જ્વેલર્સ એવા બકાજી ઠાકોર એટલે કે લક્ષ્મણજી પૂજાજી ઠાકોરને ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપ દર વખતે કલોલમાં પટેલ ઉમેદવાર જાહેર કરતો હતો પરંતુ આ વખતે પોતાની રણનીતિ બદલીને ઠાકોર ઉમેદવાર ઉભો કર્યો છે. ભાજપના કાર્યકરોમાં બકાજી ઠાકોરની લોક ચાહના અનેકગણી છે જેને કારણે તેમની જીતની શક્યતા પણ ઉજવળ ગણાય રહી છે. ભાજપે બકાજી ઠાકોરને ઉમેદવાર જાહેર કરતા કલોલ ભાજપમાં રહેલા જૂથવાદનો પણ અંત આવ્યો છે. બકાજી ઠાકોર પર એક પણ પોલીસ કેસ નથી તેમજ તેમની પાસે 7.15 કરોડની સંપત્તિ છે.
કલોલમાં ઠાકોર સેનાએ કોંગ્રેસને સમર્થન આપતા બળદેવજી ઠાકોરનો ઘોડો વિનમાં
કાંતિજી ઠાકોર
કલોલમાં આમ આદમી પાર્ટી એ કાંતિજી ઠાકોર પર પસંદગી નો કળશ ઢોળ્યો છે. કાંતિજી ઠાકોરે પોતાનું ચૂંટણી ફોર્મ ભર્યું હતું. આમ આદમી પાર્ટી આ વખતે ટિકિટ આપવામાં લોચો કરતા તેનો માહોલ બનતો નથી દેખાઈ રહ્યો. કાંતિજી ઠાકોર પાસે કુલ 1.25 કરોડની સંપત્તિ છે.જોકે ઈમાનદારીની વાતો કરતી પાર્ટીએ ગુનાઇત ઇતિહાસ ધરાવતા વ્યક્તિને ટિકિટ આપી છે. કાંતિજી ઠાકોરને ઓઇલ ચોરીના ગુનામાં સજા થયેલ છે.