LCB એ લૂંટ કરતી ગેંગ પકડી
કલોલ સિંદબાદ આગળથી LCB ની ટીમે રીક્ષામાં મુસાફરો બેસાડી મોબાઈલ ફોનની લૂંટ કરતી ગેંગ ઝડપી પાડી છે. આ ગેંગ પાસેથી આશરે 12 જેટલા મોબાઈલ અને હોમ થિયેટર જપ્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રીક્ષા પણ જપ્ત કરવામાં આવી છે. આ તમામ જપ્ત થયેલ મુદ્દામાલની કુલ રકમ આશરે 80 હજાર રૂપિયા છે.

કલોલમાં રીક્ષામાં બેસાડી લૂંટફાટ કરતી ગેંગનો આતંક વધી ગયો હતો. જેને કારણે લોકો રીક્ષામાં બેસવાથી પણ ગભરાઈ રહ્યા હતા. જોકે હવે આ ગેંગ ઝડપાઇ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ઘટનાની વિગત અનુસાર કલોલમાં આવેલ સિંદબાદ ખાતે લોકલ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે અહીં ત્રણ ઈસમો મોબાઈલ વેચવા ફરી રહ્યા છે. જેને કારણે પોલીસે વોચ ગોઠવીને પોલીસે ત્રણ ઈસમો આવતા તેમને ઝડપી લીધા હતા.

લૂંટફાટ આચરવામાં ઝડપાયેલ ત્રણ્ય ઈસમો કલોલના જ હોવાની વિગતો સામે આવી છે. પોલીસે વિજય ઉર્ફે દદુ ભલાભાઈ રાવળ,સાહિલ શ્રીમાળી તેમજ હિતેશ રમેશભાઈ વાઘેલાને ચોરીનો સામાન વેચવા જતા પકડી લીધા હતા. આ બાદપોલીસે અટકાયત કરીને તપાસ કરતા તેમની પાસેથી હોમ થિયેટર અને દસ જેટલા મોબાઈલ ફોનો મળી આવ્યા હતા જેને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

1 thought on “કલોલમાં LCB એ રીક્ષામાં મુસાફરો બેસાડી લૂંટ કરતી ગેંગ પકડી પાડી ”