સામાજિક કાર્યકર ની સેવાકીય કાર્યને સ્થાનિક લોકોએ બિરદાવ્યું
કલોલ પૂર્વમા આવેલ નવસર્જન સોસાયટીમાં રહેતાં સ્વ ઈશ્વરભાઈ પરમારનું ગઈકાલે દુઃખદ અવસાન થયું હતું અને આજે સામાજિક લૌકિક વ્યવહાર માટે બેસણું રાખવામાં આવ્યું હતું.વરસાદ પડવાથી તેમના ઘરની આજુબાજુમાં ખૂબ ગંદકી થઈ ગઈ હતી જેનાં કારણે વરસાદી જીવાતનો ઉપદ્રવ વધી ગયો હતો.બેસણામાં આવનાર લોકોને કોઈ તકલીફ નાં પડે તે માટે સામાજિક કાર્યકર નિલેશભાઈ આચાર્ય એ નગરપાલિકા ના માણસો દ્વારા સ્થળ પર રૂબરુ હાજર રહી સાફ સફાઈની સાથે દવાનો છંટકાવ પણ કરાવ્યો હતો.નિલેશભાઇ નાં આ સેવાકીય કાર્યને ત્યાં હાજર સ્થાનિકોએ બિરદાવ્યું હતું.
કલોલના સામાજિક કાર્યકરની સતર્કતાના કારણે મોટી જાનહાનિ થતા બચી