કલોલમાં 9.84 લાખની નકલી નોટો સાથે યુવાનની ધરપકડ

કલોલમાં 9.84 લાખની નકલી નોટો સાથે યુવાનની ધરપકડ

Share On

આરોપી તેના ઘરે જ કલર પ્રિન્ટર અને સ્કેનર ની મદદથી બનાવટી નોટો છાપતો હતો…..

ગાંધીનગર ના કલોલ માં ગઈકાલે સાંજ ના સમયે SOG ની ટીમ દ્વારા સિંદબાદ ઓવરબ્રિજ નીચેથી ભારતીય બનાવટની 2000 રૂપિયાની નકલી નોટો સાથે એક ઈસમ ને ઝડપી પાડ્યો છે. રસપ્રદ બાબત એ છે કે, આરોપી પોતાના ઘરે જ એ ફોર સાઈઝના કાગળો લાવી, કલર પ્રિન્ટર, તેમજ સ્કેનર ની મદદથી 2000 રૂપિયાની નોટો છાપતો હતો. એસઓજી પોલીસની પ્રશંશનીય કાર્યવાહી તેમજ સમય સૂચકતા થી આરોપી ને જડપી પાડી જેલ ના સળિયા પાછળ ધકેલી દેવામા આવ્યો છે.

આ અંગે મળતી વિગતો અનુસાર, ગાંધીનગર એસઓજી પોલીસની ટીમ કલોલમાં પેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક ઇસમ તેના મોપેડ બાઈક ઉપર રાખેલ સુટકેશ માં ભારતીય ચલણની ₹2,000 ના દરની નકલી નોટો વટાવવા માટે ગ્રાહકની શોધખોળ કરી રહ્યો છે. આ ચોક્કસ બાતમી ને આધારે એસઓજી પોલીસે સિંદબાદ ઓવરબ્રિજ નીચેથી એક યુવાનને નકલી નોટો સાથે ઝડપી પાડ્યો હતો. જેની ઊંડાણ માં પૂછપરછ કરતા તેનું નામ ઋત્વિજ રાવલ (રહે,વંદેમાતરમ્ રોડ, અમદાવાદ) નો હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે આરોપી પાસે રહેલી સુટકેસ ની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની 2000 રૂપિયાની કુલ 492 નોટો નો જથ્થો મળી આવ્યો હતો. જેની બજાર કિંમત રૂપિયા 9.84 લાખ જેટલી થાય છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી પોતાના ઘરે કલર પ્રિન્ટર અને સ્કેનર ની મદદથી આ પ્રકારની 2000 રૂપિયાની બનાવટી નોટ છાપતો હતો. દેશના અર્થતંત્રને ખોખલું કરવા માટે આરોપી ગ્રાહક ની શોધખોળ કરી આ નોટો વટાવવા ની ફીરાકમાં હતો, પરંતુ એસઓજી પી.આઈ.વી.ડી વાળા અને તેમની ટીમ ની સમય સૂચકતાથી આરોપી નકલી નોટો વટાવે તે અગાઉ જ પોલીસે ઝડપી પાડી તેના સપના પર પાણી ફેરવી નાખ્યું હતું.

આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેના વિરુદ્ધમાં મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઇ છે. હાલમાં પોલીસે આરોપી ઋત્વિજ પાસેથી મોપેડ, મોબાઈલ, એચપી કંપનીનું કલર પ્રિન્ટર, એ ફોર સાઈઝના કાગળો, 2000 રૂપિયાની બનાવટી નોટો સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કલોલ સમાચાર