આવતીકાલે પણ કલોલના સ્ટેશન રોડ પર દબાણ હટાવવાની કામગીરી ચાલુ રખાશે

આવતીકાલે પણ કલોલના સ્ટેશન રોડ પર દબાણ હટાવવાની કામગીરી ચાલુ રખાશે

Share On

કલોલમાં છેલ્લા કેટલાક વર્ષથી દબાણોનો રાફડો ફાટી નીકળ્યો હતો. લોકોએ અનેક અરજી કરી હોવા છતાં કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નહોતી જેથી લોકોમાં રોષ ફેલાયો હતો. દબાણને રોડ વચ્ચે જ વાહનો આડેધડ પાર્ક થતા હતા જેને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી.

જેને કારણે નગરપાલિકાએ પાંચ દિવસ માટે દબાણ ઝુંબેશ ધારી હતી આજે પાંચમા દિવસે નગરપાલિકાની ટીમ દ્વારા સ્ટેશન રોડ ઉપર દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી.જોકે હવે શનિવારે પણ સ્ટેશન રોડ અને નવજીવન રોડ પર દબાણ હટાવ કામગીરી ચાલુ રખાશે.

 

કલોલમાં દબાણ હટાવો કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. આ દબાણ હટાવો ઝુંબેશમાં કેબીનો સહિત રસ્તામાં નડતરરૂપ થતા તમામ સામાન હટાવી દેવામાં આવ્યો હતો.દબાણ દૂર કરવાની કામગીરીમાં નગરપાલિકા દ્વારા બે ટીમો બનાવવામાં આવી છે.

 

 

કલોલ સમાચાર