બળદેવજી ઠાકોરે વિધાનસભામાં રોગચાળા મુદ્દે આક્રમક રજુઆત કરી,વાંચો શું કહ્યું

બળદેવજી ઠાકોરે વિધાનસભામાં રોગચાળા મુદ્દે આક્રમક રજુઆત કરી,વાંચો શું કહ્યું

Share On

બળદેવજી ઠાકોરે વિધાનસભામાં રોગચાળા મુદ્દે આક્રમક રજુઆત કરી

કલોલમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો. જેમાં એક બાળકનું મોત થયું છે જયારે 600થી વધુ કેસ સામે આવ્યા છે, દરવખતે રેલવે પૂર્વમાં જ રોગચાળો ફાટી નીકળે છે. કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર  દ્વારા વિધાનસભામાં આ બાબતે મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

બળદેવજી ઠાકોરે કલોલના પૂર્વમાં પાણીજન્ય રોગચાળો ફાટી નિકળતા ઝાડા ઉલ્ટીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વિધાનસભામાં 116 ની નોટીસ અંતર્ગત ચર્ચા દરમિયાન નગરપાલીકાની અપરાધીક બેદરકારી અને પક્ષપાતી વ્યવહારનો ચિતાર રજુ કર્યો હતો.

ધારાસભ્યે નગરપાલીકાના ચીફ ઓફિસર સામે પગલાં ભરવા, રોગચાળા અસરગ્રસ્તોને સહાય આપવા, દર્દીઓને દાખલ કરવાની ના પાડનાર કલોલ આરોગ્ય કેન્દ્રના સંચાલક સામે પગલા ભરવા અને રોગચાળો અટકાવવા અસરકારક પગલા ઉઠાવવા તેમજ ભવિષ્યમાં આવી ઘટના ફરી ના સર્જાય તે માટે તત્કાલ કાર્યવાહીની માંગ કરી હતી.

બળદેવજી ઠાકોર સમગ્ર કલોલની જનતા માટે વિધાનસભામાં અવાજ ઉઠાવતા રહ્યા છે જેથી લોકોમાં પણ તેમની વિશ્વસનીયતા અકબંધ રહી છે. તેમને કરેલ ધારદાર રજૂઆતને પગલે  આરોગ્ય મંત્રીએ મુદ્દાસર જવાબ આપવો પડ્યો હતો.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

કલોલ સમાચાર