કલોલમાં મેડિકલની દુકાન તૂટી,18,000 રૂપિયા ચોરાયા

કલોલમાં મેડિકલની દુકાન તૂટી,18,000 રૂપિયા ચોરાયા

Share On

કલોલમાં મેડિકલની દુકાન તૂટી,18000 રૂપિયા ચોરાયા

કલોલના કવિતા સર્કલ ખાતે આવેલી એક મેડિકલની દુકાનમાં 18000 રૂપિયાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. ચોરીના બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ફરિયાદ નોંધી હતી.

રેલ્વે પૂર્વના આઝાદ નગર વિસ્તારમાં રહેતા પ્રકાશસિંહ પઢિયાર કવિતા સર્કલ પાસે આરંભ ફાર્મસી નામની મેડિકલની દુકાન ચલાવે છે. રાત્રે તેઓ દુકાન બંધ કરીને ઘરે ગયા હતા બીજા દિવસે સવારે આવીને જોતા દુકાનનું શટર ખુલ્લું હતું જેને પગલે તેમણે દુકાનમાં તપાસ કરતા રોકડ રકમની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.

દુકાનમાંથી 18,000 રૂપિયાની રકમ તેમજ માલમતા ચોરી થઈ હોવાની વિગત સામે આવતા તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી જેને પગલે પોલીસે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

કલોલ સમાચાર