કલોલમાં ગાડી ઝુંપડામાં ઘુસી જતા ભારે અફરા તફરી,એક ઘાયલ 

કલોલમાં ગાડી ઝુંપડામાં ઘુસી જતા ભારે અફરા તફરી,એક ઘાયલ 

Share On

MD Auto World

કાર ઝુંપડામાં ઘુસી જતા ભારે અફરા તફરી

કલોલમાં અકસ્માતના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે હમણાં જ હાઈવે પર એક કાર એ બીજી બે ગાડીઓ ને ટક્કર મારી ત્રિપલ અકસ્માત સર્જાયો હતો ગઈકાલે કલોલ પંચવટી વિસ્તારમાં આવેલ સમર્થ બંગ્લોઝ પાસે પૂરપાટ જતી કારના ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા કાર રોડની બાજુની ઝૂંપડીમાં ઘુસી ગઈ હતી જેને કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Khodiyar Parotha

ગાડી ઝૂંપડીમાં ઘુસી જતા તેમાં હાજર વ્યક્તિને કારની ટક્કરથી ઈજાઓ પહોંચતા તેને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કલોલમાં આવેલ પંચવટી વિસ્તારમાં સમર્થ બંગ્લોઝ પાસેથી એક ગાડી પૂરપાટ જતી હતી જોકે ચાલકે ગાડી પરનો કાબુ ગુમાવતા તે રસ્તાની સાઈડમાં આવેલ ઝુંપડામાં ઘુસી ગઈ હતી જેને કારણે ભારે અફડાતફડી મચી હતી ઝુંપડામાં ગાડી અચાનક ઘૂસી જતા તેમાં હાજર કલ્પેશભાઈ દંતાણી કારની ટક્કરથી ઇજાગ્રસ્ત થયા હતા તેમને નાની-મોટી ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ લોકો નું મોટું ટોળું એકત્ર થઇ ગયું હતું.

લોકો દ્વારા કલ્પેશભાઈ ને બહાર કાઢી સારવાર માટે દવાખાને ખસેડાયા હતા બીજી તરફ કાર ચાલક પણ ગાડીમાંથી મહામુસીબતે બહાર નીકળ્યો હતો જોકે કોઈ ગાડીચાલકને પકડે તે પહેલા તે ભાગી છૂટ્યો હતો. આ બનાવની માહિતી સમગ્ર શહેરમાં વાયુવેગે ફેલાઇ ગઇ હતી ઘટનાને લઇને કલોલ તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી રહી છે.

કલોલના અન્ય રસપ્રદ સમાચાર વાંચવા માટે અમારી એપ કલોલ સમાચાર અહીં ક્લિક કરી ડાઉનલોડ કરો 

કલોલના ટાવરચોકથી જ્યોતીશ્વર મહાદેવ જવાનો રસ્તો ખખડધજ બનતા હાલાકી 

કલોલ પૂર્વમાં ભૂંડ પકડવા બાબતે બબાલ, છુરાબાજીમાં એક ઘાયલ 

 

Home sale

કલોલ સમાચાર