કલોલ હાઇવે જીવલેણ બની ગયો છે. વાહન ચાલકો અવારનવાર અહીં અકસ્માતનો ભોગ બનતા હોય છે. આવો જ એક અકસ્માત કલોલ હાઇવે ખાતે મજુર અદાલત સામે થયો હતો. જેમાં બે બાઈક સામસામે અથડાતાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
બાઈક અથડાયા
પાટણથી અમદાવાદ ખાતે આરટીઓ ઇન્સ્પેક્ટરની પરીક્ષા આપવા જતા યુવાનના બાઇકને કલોલ હાઇવે પર અકસ્માત થયો હતો. તેમાં યુવાનના પિતાને ગંભીર ઇજાઓ થઇ હતી. અમદાવાદ તરફથી પૂર ઝડપે આવી રહેલો બાઇકચાલક ફૂટપાથ કુદાવી યુવાનના બાઇક સાથે અથડાતા અકસ્માત થયો હતો. જો કે, બાઈકચાલક અકસ્માત કરી ફરાર થયો હતો. કલોલ શહેર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Video :
કલોલમાં શાળાઓ ખુલી
કોરોના બાદ કલોલની માધ્યમિક શાળાઓમાં શિક્ષણકાર્ય શરુ થઇ ગયું છે. જોકે શરૂઆતમાં વિધાર્થીઓની પાંખી હાજરી જોવા મળી છે. કોરોનાના ડરને કારણે વાલીઓ હજુ સુધી પોતાના બાળકોને શાળાએ મોકલતા ડરી રહ્યા છે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ તબક્કામાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કર્યા બાદ બીજા તબક્કામાં સોમવારથી ધોરણ 9થી 11ના વિદ્યાર્થીઓ માટે પણ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો :
કલોલ અંબિકા Highway પર ધૂળ ખાતું એસ્કેલેટર,ચાલુ થયું ત્યારથી બંધ
કલોલમાં અઢી ઇંચ વરસાદ ,વર્કશોપ-અંડરબ્રિજ જળબંબાકાર
કલોલ હાઇવે પર કુલ કેટલા ઓવરબ્રિજ ? આ રહ્યો સાચો જવાબ