59 સોસાયટીઓમાં પાણી બંધ કરવા આદેશ
કલોલ શહેરમાં ફાટી નીકળેલ રોગચાળા બાદ કલોલની આશરે 59 જેટલી સોસાયટીઓમાં પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. રોગચાળાને કારણે પાણી આપવાનું બંધ કરવામાં આવ્યું છે. તેને સ્થાને હવે તમામ સોસાયટીઓમાં ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
અસરગ્રસ્ત વિસ્તારોને સ્થાને સમગ્ર રેલવે પૂર્વમાં પાણી બંધ કરી દેવાતા લોકોને હાલાકી થઇ શકે છે. પાણીજન્ય રોગચાળાને કારણે પહેલાથી જ તકલીફમાં મુકાયેલ પ્રજાને વધુ તકલીફ થઇ શકે છે. બીજી તરફ રેલવે પૂર્વમાં ઝાડા ઉલ્ટીના કેસ સતત ઘટી રહ્યા છે. ગઈકાલે 58 જેટલા ઝાડા ઉલ્ટીના કેસ નોંધાયા છે જ્યારે 24 લોકો દાખલ છે.
રોગચાળા બાદ ગઈકાલે કલોલ સીએચસી ખાતે 15 દર્દીઓ જ્યારે ગાંધીનગર સિવિલ અને ખાનગી દવાખાનામાં 4-4 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આરોગ્ય તંત્ર દ્વારા 40 ટીમ બનાવીને 3624 ઘરોની મુલાકાત લઈને 13,525 લોકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
ફાયદો જ ફાયદો : કલોલ નગરપાલિકામાં વેરો ભરવાથી મળશે આ મોટો લાભ
રોગચાળો : અચાનક દોડી આવેલ કલેકટરે ડોકટરો-અધિકારીઓને કેમ ખખડાવ્યા, વાંચો
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819