કલોલમાં ઓપરેશન દરમિયાન દર્દીનું મૃત્યુ થતા હોબાળો

કલોલમાં ઓપરેશન દરમિયાન દર્દીનું મૃત્યુ થતા હોબાળો

Share On

કલોલમાં ઓપરેશન દરમિયાન દર્દીનું મૃત્યુ થતા હોબાળો

કલોલના બોરીસણા રોડ ઉપર આવેલી સંજીવની હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન દર્દીનું મોત થતા પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

 

દર્દી અરવિંદભાઈ બળદેવભાઈ રાવળ ઉંમર વર્ષ 34 ને પેશાબની તકલીફ થતા ઓપરેશન માટે ગતરાત્રિના સુમારે દાખલ કરવામાં આવ્યા હતા અને આજરોજ તેનું ઓપરેશન કરવામાં આવતા ઓપરેશન ટેબલ ઉપર  દમ તોડી દીધો હતો. દર્દીનું મોત થતા મોત થતા પરિવારજનો એ હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો અને ડોક્ટરની બેદરકારી હોવાના આક્ષેપો કર્યા હતા.

અરવિંદભાઈ છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના અવસાનથી તેનો પરિવાર નોંધારો બન્યો છે. બે બાળકો અને તેની પત્ની અનાથ બની ગયા છે.ગરીબ પરિવાર વ્યાજે પૈસા લાવીને ઓપરેશન કરવા આવ્યો હતો.

કલોલ સમાચાર