કલોલ માસ્ટર આઈડી વડે ઓનલાઇન સટ્ટો રમાડતા ઈસમની ધરપકડ
1.83 કરોડનાં માસ્ટર આઇડી વડે અલગ-અલગ ઈસમોની આઈપીએલમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા ઈસમને પકડી ને કાયદેસરની કાર્યવાહી કરતી કલોલ શહેર પોલીસ.કલોલ શહેર પોલીસ ઇન્સ્પેક્ટરને મળેલ બાતમી હકીકતને આધારે પોલીસે એકની ધરપકડ કરી હતી.
બોરીસણા ગરનાળા પાસેથી ક્રેટા ગાડી માંથી પકડાયેલા આરોપી સંદીપ કુમાર વિનોદભાઈ દરજી રહે કલોલ ની પાસેથી મળી આવેલ મોબાઇલ ફોનમાં ભરતભાઇ દેસાઇ પાસેથી લીધેલ માસ્ટર આઈડી જેમાં ૧.૮૩ કરોડની ક્રેડિટ રહેલ હતી તેના દ્વારા તેઓ લિંકથી લોગીન કરી અલગ અલગ માણસોને આઈડી-પાસવર્ડ જનરેટ કરી આપી ઉપરોક્ત લિંકથી લોગ ઇન કરી અલગ અલગ માણસોને આઈડી પાસવર્ડ જનરેટ કરી લિંકના સર્વરમાં લોગ ઇન કરવા સગવડ કરી આપી હાલમાં ચાલુ આઈપીએલની ક્રિકેટ મેચમાં રમી રમાડતા પોલીસે ધરપકડ કરી છે.
તેની પાસેથી એક મોબાઇલ તેમજ 25 હજારની રોકડ તેમજ 12 લાખની ગાડી મળીને કુલ 12.33 લાખના ના મુદ્દા સાથે મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી કલોલ શહેર પોલીસ સ્ટેશન ખાતે આઇટી કલમ-66 તથા 43 (જી) તથા જુગાર ધારા કલમ મુજબ ગુનો દાખલ કરી પોલીસે આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ