કલોલના સીટી મોલમાં પોલીસે બે આઇસર ચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધી,જાણો

કલોલના સીટી મોલમાં પોલીસે બે આઇસર ચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધી,જાણો

Share On

કલોલના સીટી મોલમાં પોલીસે બે આઇસર ચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધી,જાણો

કલોલ શહેરમાં ઘુસેલા બે આઇસર ચાલકો વિરુદ્ધ પોલીસે આકરી કાર્યવાહી કરી છે. અધિક કલેકટરના જાહેરનામાનો ભંગ કરીને આ આઇસર ચાલકોએ કલોલ નગરપાલિકા વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો. જેને કારણે પોલીસે આઇસર ચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ દાખલ થતા અન્ય વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

કલોલમાં વધતા ટ્રાફિકને કારણે અધિક જિલ્લા કલેકટર દ્વારા શહેરમાં સવારે 8:00 થી રાતના 08:00 સુધી ભારે વાહનો એ પ્રવેશ કરવો નહીં તેવું જાહેરનામું બહાર પાડ્યું હતું. જોકે વાહન ચાલકો આ જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરીને શહેરમાં પ્રવેશી જતા હતા.કલોલમાં આવેલ સીટી મોલ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બે આઇસર ચાલકો ટ્રાફિકને અડચણ થાય તેમ ઊભા હતા જેને લઈને પોલીસે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કલોલ સમાચાર