કલોલમાંથી કોપર પાઇપની ચોરી કરનારને એક જ દિવસમાં ઝડપી પાડતી પોલીસ 

કલોલમાંથી કોપર પાઇપની ચોરી કરનારને એક જ દિવસમાં ઝડપી પાડતી પોલીસ 

Share On

કલોલમાંથી કોપર પાઇપની ચોરી કરનારને એક જ દિવસમાં ઝડપી પાડતી પોલીસ

કલોલમાં કોપર વાયર ચોરીની ફરિયાદ શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેને લીધે પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને ગણતરીના કલાકોની અંદર આરોપીને પકડી પાડ્યો હતો. કલોલ પોલીસ સ્ટેશનમાં કોપર વાયર ચોરીનો  ગુનો દાખલ થયો હતો.  જેથી બનાવવાળી જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરી ટેક્નિકલ સર્વેલેન્સ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી ઈસમને પકડી લેવા કવાયત હાથ ધરવામાં આવી હતી.
જે અનુસંધાને કલોલ શહેર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલ બાતમી અનુસાર ટાવર નજીક આવેલ ભઠીયાર ગલીમાંથી વાયરની ચોરી કરનાર ઈસમને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે પકડાયેલ મુદ્દામાલ સાથે ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. ઈસમ પાસેથી આશરે 9000 રૂપિયાની કિંમતની બે કિલો જેટલી કોપરની પાઇપ જપ્ત કરી છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર