કલોલના બારોટવાસમાંથી પોલીસે આઠ જુગારી ઝડપ્યા 

કલોલના બારોટવાસમાંથી પોલીસે આઠ જુગારી ઝડપ્યા 

Share On

કલોલના બારોટવાસમાંથી પોલીસે આઠ જુગારી ઝડપ્યા

કલોલના બારોટવાસમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે અહીંથી જુગાર રમતા જુગારી ને ઝડપી લીધા હતા. પોલીસે જતીનકુમાર મહેશભાઈ બારોટ,નિમેષભાઈ ઉર્ફે નીમું મહેન્દ્રભાઈ બારોટ,અશોકકુમાર બાબુલાલ બારોટ અને વિભવ પોપટલાલ શાહ તેમજ અનિલ કુમાર રામનિવાસ ઓઝા, ગોપાલભાઈ પ્રેમચંદભાઈ નાવાણી,આશિષ જયેશભાઈ નાયક અને જયેશકુમાર ઇન્દ્રવદન પટેલ ને ઝડપી લીધા હતા.

ગાંધીનગર એલસીબી પોલીસને ખાનગી રાહે  બાતમી  મળી હતી કે બારોટવાસમાં રહેતો જતીનકુમાર મહેશભાઈ બારોટ પોતાના ઘરે જુગારધામ ચલાવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો.પોલીસે જુગારીઓ પાસેથી આઠ મોબાઈલ જેની કિંમત 31,000 રૂપિયા, રોકડા રૃપિયા 1890 મળીને કુલ 32,800 નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કલોલ હાઈવે પર અકસ્માત સર્જાતા ત્રણના મોત 

કલોલ સમાચાર