કલોલની પાનસર ચોકડીએ ત્રણને જુગાર રમતા ઝડપી પાડતી પોલીસ

કલોલની પાનસર ચોકડીએ ત્રણને જુગાર રમતા ઝડપી પાડતી પોલીસ

Share On

કલોલની પાનસર ચોકડીએ ત્રણને જુગાર રમતા ઝડપી પાડતી પોલીસ

 કલોલમાં શ્રાવણ મહિનો ચાલુ થતા જ જુગારીઓ એક્ટિવ બની ગયા છે. કલોલના પાનસર ચાર રસ્તા પાસે આવેલ જૂના જકાતનાકા ની બાજુમાં આવેલ ઝાડીઓમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને જુગાર રમતાં લોકોને ઝડપી લીધા હતા પોલીસે તેમની પાસેથી 4720 રૂપિયા રોકડા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
 આ મહિનામાં મોટે ભાગે સૌથી વધુ જુગાર રમાતો હોય છે જેને અનુસંધાને પોલીસ પણ સતર્ક બની છે અને પેટ્રોલીંગ વધારી દીધું છે ત્યારે શહેર પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે શહેરના પાનસર ચાર રસ્તા પાસે જુના જકાતનાકા ની બાજુમાં આવેલ ઝાડીઓમાં ત્રણ જણા જુગાર રમી રહ્યા છે જેને આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને ત્રણને જુગાર રમતા ઝડપી લીધા હતા જેમાં મનોજ કુમાર રમેશભા,ઈકબાલ મનુભાઈ અને મકસુદભાઈનો સમાવેશ થાય છે.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર