કલોલમાંથી ભાજપ મહિલાને ચૂંટણી લડવા ઉતારે તેવી શક્યતા તેજ બની,વાંચો

કલોલમાંથી ભાજપ મહિલાને ચૂંટણી લડવા ઉતારે તેવી શક્યતા તેજ બની,વાંચો

Share On

કલોલમાંથી ભાજપ મહિલાને ચૂંટણી લડવા ઉતારે તેવી શક્યતા તેજ બની,વાંચો

વિધાનસભા ચૂંટણીને આડે હવે માંડ બે મહિના જેટલો સમય રહ્યો છે. વિવિધ રાજકીય પક્ષો ઉમેદવાર શોધી રહ્યા છે. કલોલ ભાજપમાં હાલ ઉમેદવારો વચ્ચે યાદવાસ્થળી ચાલતી હોઈ હાઈ કમાન્ડ નવો વ્યૂહ અપનાવી શકે છે. એક અટકળ અનુસાર કલોલમાંથી ભાજપ કોઈ મહિલાને ટિકિટ આપી શકે છે.

કલોલ વિધાનસભા બેઠક જીતવા ભાજપ આ વખતે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. પણ અહીં કોઈ એવા સ્થાનિક મજબુત ઉમેદવાર નથી જે બળદેવજી ઠાકોરને હંફાવી શકે છે. પુરુષ ઉમેદવારોમાં કકળાટને જોતા ભાજપ મહિલાને ઉતારી એક કાંકરે અનેક પક્ષી મારી શકે તેમ છે. મહિલા હોવાથી ઓછો વિરોધ રહેશે તેમ જાણકારો માની રહ્યા છે. પક્ષ દ્વારા કલોલના સ્થાનિક નેતાના પરિવારમાંથી અથવા નગરપાલિકાના કોઈ મહિલા કાઉન્સિલરને ટિકિટ આપી શકે છે.

કલોલમાં પ્રધાનમંત્રી દક્ષ યોજના અંતર્ગત કૌશલ્ય વર્ધન કાર્યક્રમનો શુભારંભ કરાયો

બીજી તરફ કલોલ બેઠક જીતવા ભાજપ મરણીયો થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ ખુદ આ બેઠક જીતવા જોર લગાવી રહ્યા છે. આ સંજોગોમાં કલોલ બેઠક જીતવા ભાજપ પાટીદારને સ્થાને કોઈ ઠાકોર ઉમેદવારને ટિકિટ આપી શકે છે. વધુમાં એસસી ઉમેદવાર કે આયાતી ઉમેદવાર પણ આવી શકે છે.

કલોલ સમાચાર