કલોલના પ્રકાશ પ્લાઝા આગળ દબાણ હટાવતા વેપારીઓનો વિરોધ,પોલીસ એક્શનમાં 

કલોલના પ્રકાશ પ્લાઝા આગળ દબાણ હટાવતા વેપારીઓનો વિરોધ,પોલીસ એક્શનમાં 

Share On

કલોલના પ્રકાશ પ્લાઝા આગળ દબાણ હટાવતા વેપારીઓનો વિરોધ,પોલીસ એક્શનમાં

કલોલમાં આવેલ પ્રકાશ પ્લાઝા ખાતે દબાણ હટાવવાની કામગીરી ચાલુ હતી. આ દુકાનો દબાણમાં ન આવતી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું તેમજ તેને ન તોડવા વિનંતી કરી હતી. જોકે કલોલ નગરપાલિકાએ રસ્તા ખુલ્લા કરાવવાના ભાગરૂપે આ દુકાનો તોડી પાડી હતી.
વેપારીઓએ જણાવ્યું હતું કે અમે નિયમિત ટેક્સ ભરીએ છીએ તેમ છતાં દુકાનો તોડી દીધી છે. મહેન્દ્ર મિલ રોડ પર દબાણ હટાવવાની કામગીરી દરમિયાન એક વ્યક્તિએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. વેપારીઓએ દબાણ કાર્યવાહીનો વિરોધ કરતા પોલીસે અટકાયત કરી હતી.
બીજી તરફ  લોકોના ટોળા એકત્ર થઇ જતા ભારે ટ્રાફિકજામ થઇ ગયો હતો. મહેન્દ્ર મિલ રોડ પર વાહનોની લાંબી લાઈન લાગી જતા લોકો અકળાયા હતા.જેથી પોલીસે દોડી આવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

કલોલ સમાચાર