કલોલની સિન્ટેક્સ કંપનીને ખરીદવા રિલાયન્સ મેદાને

કલોલની સિન્ટેક્સ કંપનીને ખરીદવા રિલાયન્સ મેદાને

Share On

સિન્ટેક્સ કંપનીને ખરીદવા Reliance મેદાને

કલોલમાં આવેલ સિન્ટેક્સ કંપની તેની પાણીની ટાંકી માટે વિશ્વવિખ્યાત છે. આ કંપની હવે નાદાર જાહેર થતા તેને ખરીદવા માટે Reliance સહીત વિવિધ કંપનીઓ મેદાનમાં આવી ગઈ છે.

સિન્ટેક્સ છેલ્લા ચાર દાયકાથી કાર્યરત એક મોટી કંપની છે. છેલ્લા દસ વર્ષ દરમિયાન સિન્ટેક્સનું કુલ વેચાણ રૂ.39,113 કરોડ રહ્યું છે અને ચોક્ખો નફો રૂ.3,229 કરોડ રહ્યો છે. આ દસ વર્ષ દરમિયાન કંપનીએ વિવિધ પ્રકારની લોન માટે લગભગ રૂ.1,538 કરોડનું વ્યાજ પણ ચુકવ્યું છે.

કંપનીના શેરના ભાવ માર્ચ 2015માં રૂ.130.65ની સપાટીએ હતા આજે રૂ.3.07ના ભાવે પણ તેનું કોઈ ખરીદનાર નથી. કંપનીના શેરના ભાવમાં 98 ટકાનો ધરખમ ઘટાડો નોંધાઈ ગયો છે.  સિન્ટેક્સ લેણદારોને રૂ. 15.4 કરોડના વ્યાજની ચૂકવણીમાં ડિફોલ્ટ થતા અમદાવાદની એનસીએલટી એ કંપનીને નાદાર જાહેર કરી હતી.

હવે તેને ખરીદવા મુકેશ અંબાણીની રિલાયન્સ પણ રેસમાં સામેલ થઇ ગઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કેર એન્ડ રિકન્સ્ટ્રક્શન એન્ટરપ્રાઇસની સાથે મળીને બોલી લગાવી છે. અન્ય બિડરોમાં ઇઝીગો ટેક્સટાઇલ પ્રાઇવેટ લિમિટેડ, જીએચસીએલ લિમિટેડ અને હિમતસિંગ્કા વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ સામેલ છે.

JCI Kalol will run the marathon on January 9, registration begins
JCI Kalol will run the marathon on January 9, registration begins

 

નગરપાલિકા કલોલને રખડતી ગાયો-આખલામુક્ત ક્યારે કરશે 

 

 

કલોલ સમાચાર ભારત સમાચાર