કલોલના બંને પોલીસ ઈન્સ્પેકટરોની બદલી
કલોલમાં વધી રહેલ ગુનાખોરીને કારણે તાલુકા અને શહેર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરોની બદલી કરી દેવાઈ છે. તેમને સ્થાને નવા પીઆઈને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. હવે નવા પીઆઈઓ આવીને ગુનાઓ અટકાવે છે કે કેમ તેની પર સૌની નજર છે. કેમ કે છત્રાલ હાઇવે પર બે કરોડની લૂંટ અને ફાયરિંગના બનાવબાદ પોલીસ પર દબાણ વધ્યું હતું.
જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ કલોલ તાલુકા પીઆઈ કે કે દેસાઈની બદલી સલામતી શાખામાં કરી દીધી છે. તેમને ચીલોડા પીઆઈ તરલ ભટ્ટને મૂકવામાં આવ્યા છે. કલોલ શહેર પોલીસ સ્ટેશન ઘણા સમયથી ચાર્જમાં ચાલી રહ્યું હતું.
જેથી કલોલ શહેર પોલીસ મથકના પીઆઈ જે બી પંડિતની મહિલા પોલીસ મથકમાં બદલી કરી દેવાઈ છે અને મહિલા પોલીસ મથકના પીઆઈ કુ. યુ. એસ. પટેલની કલોલ શહેર પોલીસ મથકમાં પીઆઈ તરીકે નિમણુંક કરવામાં આવી છે.
બે ગંભીર બનાવો નડી ગયા
આ પીઆઈઓની બદલી પાછળ બે ગંભીર બનાવો નડી ગયા છે. કલોલ શહેર અને તાલુકા ક્રાઇમ રેટ વધી રહ્યો છે. ગઈકાલે રાત્રે પંચવટી વિસ્તારમાં આવેલ નાના સ્વામિનારાયણ મંદિર પાછળની સોસાયટીમાં ફાયરિંગની ઘટના નોંધાઈ છે જેને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અમેરિકા મોકલવાના પૈસાની લેતીદેતીમાં એજન્ટ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેને લઈને ફરિયાદી વિષ્ણુભાઈએ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819
આ ઉપરાંત છત્રાલમાં થયેલ 2 કરોડની લૂંટનો મામલો પણ સામેલ છે.જેમાં અજાણ્યા ઇસમો એક સફેદ કલરની નંબર વગરની સુમો ગાડી લઇ આવી આ કામના ફરીની ઇકો ગાડી નંબર જીજે-૦૨-સી.પી.-૩૬૨૦ ને અડો અડ લાવી ફરીયાદીનીગાડીને રોકી ફરીને જેમફાવે તેમ ગાળો બોલી “ ગાડીની સાઇડ કેમ કાપી “ તેમ કહી લોખડની પાઇપના ટુકડા વડે માર મારી ફરીની ઇકો ગાડીની ચાવી કાઢી લીધી હતી.
આ બાદ ઇકો ગાડીમાં રાખેલ પેઢીના રૂપીયા-૨,૦૯,૦૦,૦૦૦ (બે કરોડ નવ લાખ) ના બે પાસૅલ પીળા કલરની પ્લાસ્ટીક ની કોથળીમા પેક હોઇ તેની લૂંટ કરી સુમો ગાડી લઇ નાસી ગયા હતા.કલોલમાં રહેતા દિલીપકુમાર શાંતીલાલ પટેલે આ લૂંટ બાબતે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કલોલના પંચવટી વિસ્તારમાં ફાયરિંગ થતા ચકચાર : શું છે સમગ્ર મામલો
કલોલમાં હોસ્પિટલોનો રહેણાંક વિસ્તારમાં બેફામ ગેરકાયદે બાંધકામ કરી વેપલો