કલોલ નગરપાલિકામાં ધડાધડ માટલા ફૂટ્યા
કેલોલ નગરપાલિકામાં હલ્લાબોલ થતા માહોલ ગરમાયો હતો. પાણીની સમસ્યાને લઈને કર્ણાવતી સોસાયટીના રહીશોએ પાલિકામાં માટલા ફોડ્યા હતા. ભાજપના ગઢ ગણાતા એવા વિસ્તારમાં પાણીની સમસ્યાથી લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.
કલોલની પંચવટી વિસ્તારની કર્ણાવતી સોસાયટીમાં પાણીના પોકાર ઉઠ્યા છે. કેટલાય વર્ષોથી પાણીંની સમસ્યા છે, અનેક રજૂઆત છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી.જેને કારણે મહિલાઓ નગરપાલિકા પહોંચી હતી. મહિલાઓ ચીફ ઓફિસર તેમજ કારોબારી સમિતિના ચેરમેન સમક્ષ પોતાનો બળાપો ઠાલવ્યો હતો. કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિન બોટાદ દ્વારા ટૂંક સમયમાં નિકાલ લાવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.
કલોલના પાંચ હાટડી બજારમાં એક જૂનું મકાન તૂટી પડતા ભયનો માહોલ
