કલોલમાં અંબિકા હાઈવે સાંકડો પડતા અકસ્માતનું જોખમ વધ્યું 

કલોલમાં અંબિકા હાઈવે સાંકડો પડતા અકસ્માતનું જોખમ વધ્યું 

Share On

કલોલમાં અંબિકા હાઈવે સાંકડો પડતા અકસ્માતનું જોખમ વધ્યું

કલોલમાં આવેલ અંબિકા નગર હાઇવે ઘણો જ સાંકડો છે. સાંકડા હાઈવેને કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ સર્જાય છે. બુધવારે બે બસ વચ્ચે થયેલ ટક્કરમાં છ લોકોના મોત થયા હતા. કલોલમાં આવેલ અંબિકા નગર બસ સ્ટેન્ડ પાસેના સર્વિસ રોડ પર લોખંડની રેલીંગ નાખી દેવામાં આવતા રસ્તો સાંકડો થઇ ગયો છે.

કલોલમાંથી પસાર થતો અમદાવાદ-મહેસાણા હાઇવે પહોળો કરવાની માંગ કેટલાય સમયથી થઇ રહી છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. રોજ અહી પસાર થતા વાહનોની સંખ્યા વધી રહી છે. ભારે વાહનો પુરપાટ વેગે પસાર થતા હોવાથી અકસ્માત થવાનો ખતરો વધ્યો છે.

કલોલ અંબિકા અકસ્માત કરનાર ડ્રાઇવર પકડાયો, એક ઘાયલનું મૃત્યુ

અંબિકા બસ સ્ટેન્ડ પાસે તો રસ્તો એકદમ સાંકડો થઇ જાય છે. જેથી અન્ય વાહનચાલકોને ત્યાંથી પસાર થવાનો માર્ગ રહેતો નથી. આ સંજોગોમાં ઝડપથી સિક્સ લેનની કામગીરી હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે.

કલોલ સમાચાર