સચિન અને ધોનીએ વર્લ્ડ કપની ટીમ ઇન્ડિયામાં સમાવવા માંગ કોણે કરી 

સચિન અને ધોનીએ વર્લ્ડ કપની ટીમ ઇન્ડિયામાં સમાવવા માંગ કોણે કરી 

Share On

સચિન અને ધોનીએ વર્લ્ડ કપની ટીમ ઇન્ડિયામાં સમાવવા માંગ કોણે કરી

વર્લ્ડ કપ 2023 નજીક છે. 5 ઓક્ટોબરથી શરૂ થનારી ટૂર્નામેન્ટને હવે ગણતરીના દિવસો જ બાકી છે. વર્લ્ડ કપ પહેલા બીસીસીઆઈ પાસે માંગ કરવામાં આવી હતી કે ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા સાથે જોડાય અને સમય આપે. આ માંગ ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટે કરી હતી.

ગિલક્રિસ્ટે ‘સ્પોર્ટસ્ટાર’ સાથે વાત કરતા કહ્યું, “હું એ જાણવાનો દાવો કરી શકતો નથી કે ભારતીય ખેલાડી તરીકે ભારતમાં રમવું કેવું છે. જો હું ભારતીય ક્રિકેટમાં હોત, તો હું સચિન અને એમએસ ધોની જેવા લોકોને ટીમ સાથે સમય વિતાવવા માટે કહીશ જો તેઓ ઉપલબ્ધ હોત, અને તેઓ તેમના તમામ અનુભવો શેર કરશે.”

ભારતીય ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં 2011 ODI વર્લ્ડ કપમાં ખિતાબ જીત્યો હતો. હાલમાં, તે વર્લ્ડ કપ ટીમમાંથી માત્ર વિરાટ કોહલી જ ટીમનો ભાગ છે. 2011માં કોહલીએ શ્રીલંકા સામે ફાઈનલ મેચ પણ રમી હતી, જેમાં તેણે 49 બોલમાં 35 રન બનાવ્યા હતા. કોહલી ટીમમાં ઘણો અનુભવ લાવે છે.

કલોલ સમાચાર