કલોલમાં સગીરાનું અપહરણ, બે શખ્સોને જેલભેગા કરાયા 

કલોલમાં સગીરાનું અપહરણ, બે શખ્સોને જેલભેગા કરાયા 

Share On

કલોલમાં સગીરાનું અપહરણ, બે શખ્સોને જેલભેગા કરાયા

કલોલમાં મહિલા સુરક્ષિત નથી. શહેરથી થોડે દૂર આવેલ એક ગામની સગીરાનું બે વ્યક્તિઓએ અપહરણ કરી લીધું હતું. જેને લઈને ચકચાર મચી ગઈ છે. ફરિયાદને આધારે પોલીસે બંને આરોપીઓને પકડીને જેલભેગા કરી દીધા છે.

કલોલના શેરીસા ગામના કાળાજી ઠાકોર અને પોપટજી ઠાકોરે એક સગીરાનું અપહરણ કરી લીધું હતું. આ બાદ પોપટજી સગીરા અને કાળાજીને અંબિકા બસ સ્ટેન્ડ ખાતે બાઈક પર મૂકી ગયો હતો. ત્યાંથી સગીરાને કાળાજી ભગાડી ગયો હતો. જેને લઈને વાળીને સગીરાનું અપહરણ થયાની જાણ થતા તેઓ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. અહીં તેઓએ બે વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

બનાવ બન્યાની ગણતરીના કલાકોમાં જ કાળાજી અને સગીરાને શોધી કાઢ્યા હતા. પોલીસે પોપટજી અને કાળાજીને જેલભેગા કરી દીધા છે અને પોસ્કો એક્ટ હેઠળ કાર્યવાહી કરી રહી છે.

કલોલમાં પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો પકડતા ચકચાર 

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર