ઓવરબ્રિજ ના નાકે પેસેન્જર વાહનોને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે……
ગાંધીનગર જિલ્લાના કલોલમાં મટવા કૂવા પાસે આવેલ ઓવર બ્રિજમાં નિત્યક્રમ મુજબ ટ્રાફિકજામ થવાના દ્રશ્યો સર્જાતા હોય છે. આ ઓવર બ્રિજ ના નાકે જ ઊભા રહેતા ખાનગી પેસેન્જર વાહનો ટ્રાફિકજામ થવા માટે મહત્વનો ભાગ ભજવતા હોય તેમ ચોક્કસથી લાગી રહ્યું છે. આ ખાનગી પેસેન્જર વાહનો રોજ ઓવરબ્રિજને અડીને જ ઉભા રહી ટ્રાફિક ને અડચણરૂપ થઇ રહ્યા છે.
મળતી વિગતો મુજબ કલોલમાં મટવા કૂવા પાસે આવેલ ઓવરબ્રિજમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે. જેની પાછળનું પ્રમુખ કારણ ઓવરબ્રિજ ના નાકે ઉભા રહેતા ખાનગી પેસેન્જર વાહનો પોતાનો અડીંગો જમાવીને ટ્રાફિકમાં અડચણરૂપ થતા હોય છે. આ ઓવર બ્રિજ ખાતે ટ્રાફિક જામ ની સમસ્યા સર્જાતી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના પગલા લેવામાં આવતા નથી. ખાનગી પેસેન્જર વાહનો અડીંગો જમાવીને ઉભા રહેતા અન્ય વાહન ચાલકોને ભારે અગવડતા નો સામનો કરવો પડે છે. ઓવરબ્રિજ ના નાકે જ ખાનગી વાહનો અડીંગો જમાવીને પેસેન્જર ભરતા હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હોય છે.
અડિંગો જમાવીને ઊભા રહેતા ખાનગી પેસેન્જર વાહનો ટ્રાફિકમાં અડચણરૂપ થતા હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ઓવરબ્રિજના રોડની અડધી જગ્યા રોકીને ઊભા રહેતા આ પેસેન્જર ભરતા વાહનો ટ્રાફિક જામ થવા પાછળનું પ્રમુખ કારણ હોવા છતાં પણ તંત્ર દ્વારા ટ્રાફિક નું નિયમન કરાવવામાં આવી રહ્યું નથી. ટ્રાફિક જામની સમસ્યા ઓવરબ્રિજ પર રોજ સર્જાતી હોવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવી રહ્યા નથી.
ટ્રાફિકમાં અડચણરૂપ થતા ખાનગી પેસેન્જર વાહનોને તંત્ર દૂર કરાવે અને ટ્રાફિકનું યોગ્ય નિયમન કરાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે. ઓવરબ્રિજ ના નાકે જ આ પ્રકારના દ્રશ્યો સર્જાતા હોવાથી વાહન ચાલાકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે, જેથી તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તે જરૂરી બન્યું છે.