કલોલમાં ખેલકૂદ પ્રતિયોગિતા યોજાઈ
કલોલમાં અવાર નવાર ખેલકૂદ સ્પર્ધાઓ યોજાતી રહે છે. આજે કલોલ ખાતે નેહરુ યુવા કેન્દ્ર અને મેઘ ફાઉન્ડેશન દ્વારા કલોલમાં ખેલકૂદ પ્રતિયોગિતા યોજવામાં આવી હતી જેમાં કબડ્ડી, વોલીબોલ, ખોખો, બેડમિન્ટન અને 100 મીટર દોડ જેવી રમતો રાખવાં આવી હતી.
સ્પર્ધાઓમાં આશરે 60 યુવાનોએ ભાગ લીધો હતો જેમાં વિજેતા સ્પર્ધકોને નગરપાલિકા ઉપપ્રમુખ મુકુંદભાઈ પરીખ, કોર્પોરેટ હીમાંક્ષીબેન સોલંકી, યુવા મોરચાના જીમીલ હેબતપુરીયા અને મેઘ ફાઉન્ડેશનનાં ટ્રસ્ટી બ્રિજેશ સોલંકી દ્વારા ટ્રોફી આપવામાં આવી હતી અને દરેક સ્પર્ધકને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.

1 thought on “કલોલમાં ખેલકૂદ પ્રતિયોગિતા યોજાઈ,સ્પર્ધકોમાં ઉત્સાહ ”