કલોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વેંચતા ઝડપાશો તો કડક કાર્યવાહીની ચેતવણી 

કલોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વેંચતા ઝડપાશો તો કડક કાર્યવાહીની ચેતવણી 

Share On

કલોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વેંચતા ઝડપાશો તો કડક કાર્યવાહીની ચેતવણી 

રાજ્યમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેને અનુલક્ષીને કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિન બોડાત  તેમજ ફૂડ સેફટી ઓફિસર રાજેશ વાઘેલા દ્વારા પ્લાસ્ટિકના વેપારીઓ સાથે બેઠકનું આયોજન કરાયું હતું.  પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ પર કેન્દ્ર સરકાર દ્વારા 1 જુલાઈ, 2022થી સંપૂર્ણ બંધ કરવાનો પરિપત્ર જાહેર કરાયો છે. પાલિકાના અધિકારીઓ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ અંગે વેપારીઓને સલાહ સૂચન કરાયા હતા.

કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિન બોડાત અને ફૂડ સેફટી ઓફિસર અને સ્વચ્છ ભારત મિશન ઇન ચાર્જ રાજેશ વાઘેલા દ્વારા   પ્લાસ્ટિકના વેપારીઓને 75 માઈક્રોનથી ઓછા માઇક્રોનનું ઉત્પાદન ,સંગ્રહ, વેચાણ અને ઉપયોગ ન કરવા અપીલ કરી સહકાર આપવા સમજ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રતિબંધિત માલનો જથ્થો  સામેથી જમા કરાવનારને પ્રોત્સાહન આપવામાં આવશે. અધિકારીઓએ ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે તપાસ દરમિયાન જથ્થો મળી આવશે. તો વહીવટી ચાર્જ વસુલ કરી જથ્થો જપ્ત કરવામાં આવશે.

આ ઉપરાંત વેપારી વારંવાર ગુન્હો કરશે કે એક થી વધારે વખત તપાસ દરમ્યાન જથ્થો મળી આવશે તો વહીવટી ચાર્જ વસુલ કરી નિયમાનુસાર કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું હતું. આ બેઠકના અંતમાં પ્લાસ્ટિક હટાવો પર્યાવરણ બચાવો ની અપીલ કરી તમામને શપથ લેવડાવ્યા હતા.
 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 
ઇન્સ્ટાગ્રામમાં કલોલની મસ્ત લિંક જોવા અહીં ક્લિક કરી ફૉલો કરો 

કલોલ સમાચાર