કલોલ બેઠકના દાવેદારના સમર્થકોએ અતિ ઉત્સાહમાં ફટાકડા ફોડી દેતા ટિકિટ કપાણીના વાવડ

કલોલ બેઠકના દાવેદારના સમર્થકોએ અતિ ઉત્સાહમાં ફટાકડા ફોડી દેતા ટિકિટ કપાણીના વાવડ

Share On

કલોલ બેઠકના દાવેદારના સમર્થકોએ અતિ ઉત્સાહમાં ફટાકડા ફોડી દેતા ટિકિટ કપાણી

રાજ્યમાં ચૂંટણીની મોસમ પુરબહારમાં ખીલી છે. તેમાંથી કલોલ પણ બાકાત નથી. રસપ્રદ જંગ તો કલોલમાં  જામવાનો છે. રાજકારણમાં અતિ ઉત્સાહ કેવો નડે છે તેનો અનુભવ કલોલના એક ટિકિટ વાંચ્છુકને થઇ રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. નેતાઓ સંયમ જાળવે પણ તેમના સમર્થકોમાં ધીરજ ન હોય તો ટિકિટની દાવેદારી નબળી પણ પડી જતી હોય છે.

કલોલમાં હાલ એક પક્ષની ટિકિટ લેવા નેતાઓનો રાફડો ફાટ્યો છે પણ મળતી વિગત અનુસાર હાલ ઉતાવળા બનેલા કોઈપણને ટિકિટ મળવાની સંભાવના નથી. તેને સ્થાને પેરાશૂટ ઉમેદવાર ઉતરે તેવી ગણતરી મંડાઈ રહી છે. આ સંજોગોમાં એક ટિકિટ વાંચ્છુકની ટિકિટ ફાઇનલ હોવાની વાત બહાર આવી હતી. જેને કારણે આ નેતાના સમર્થકો ઉત્સાહમાં આવી ગયા હતા. મોડી રાત્રે જ ટેકેદારોએ જાણે ટિકિટ મળી જ ગઈ હોય તેવો જશ્ન મનાવી આતશબાજી કરી હતી. ધૂમધડાકા બંધ ફટાકડા ફોડ્યા પછી ઉપર જાણ થતા ટિકિટ વાંચ્છુકની ટિકિટ ખતરામાં પડી ગઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

રાજકારણમાં એક નિયમ છે કે કોઈનું દાવેદારીમાંથી નામ ઉડાવવું હોય તો એને સૌથી પહેલા મીડિયામાં ચગાવી દો, એકાદ પેપરમાં છપાવી દો એટલે આપોઆપ તેનું પત્તુ કટ થઇ જાય છે. કલોલમાં સ્થિતિ એવી છે કે ટિકિટ વાંચ્છુકો પક્ષમાં દાવેદારી મજબૂત કરે તો ટિકિટ મળે તેમ છે.આ ઘટનાને કારણે કલોલમાં દાવેદારો પણ સતર્ક થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. રાજકારણની આવી અંદરની વાતો જાણવા માટે હંમેશા વાંચતા રહો કલોલ સમાચાર વેબસાઈટ અને એપ.

કલોલ વિધાનસભા ચૂંટણી માટે કોણે કેવો મોરચો સંભાળ્યો ? વાંચો એક્સક્લૂઝિવ સ્ટોરી 

કલોલ સમાચાર