કલોલના સઈજ બ્રિજ પરથી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો
Story By Prashant Leuva
કલોલના સઈજ બ્રિજ પરથી તાલુકા પોલીસે દારૂ ભરેલો ટેમ્પો ઝડપી લીધો હતો. બાતમીને આધારે કલોલ તાલુકા પોલીસે બ્રિજ નીચે આડશ મૂકીને ટેમ્પો આવતા રોક્યો હતો. જોકે અંધારાનો લાભ લઈને ટેમ્પો ચાલક નાસી છૂટ્યો હતો. પોલીસ ટેમ્પાને તાલુકા પોલીસ સ્ટેશન લઈને આવી હતી અને ફરિયાદ દાખલ કરી છે.

પોલીસે ટેમ્પામાંથી 1.20 લાખ રૂપિયાની કિંમતની 276 નંગ વિદેશી દારૂની બોટલ પકડી હતી. અતુલ શક્તિ ટેમ્પો જેની કિંમત પચાસ હજાર તેમજ બ્રાન્ડેડ દારૂની બોટલ જેની કિંમત 1.20 લાખ છે એમ કુલ મળીને 1.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે ખેપીયા ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

